________________
૩૮૯
ગર્ભવિચાર ઉપજનારાની સ્થિતિનું તથા ગર્ભસ્થાનનું વિવેચન
શિષ્ય - હે ગુરૂ ! તે ગર્ભસ્થાનમાં આવી ઉપજનારો જીવ, ત્યાં કેટલા દિવસ, કેટલી રાત્રી, કેટલા મુહુર્ત રહે? અને તેટલા વખતમાં કેટલા શ્વાસોચ્છવાસ લે છે ?
ગુરૂ - હે શિષ્ય ! તે ઉપજનારો જીવ બસેને સાડી સીતોતેર અહોરાત્રિ રહે છે. વાસ્તવિક રીતે જોતાં એટલો જ ગર્ભનો કાળ છે. તે જીવ આઠ હજાર ત્રણસો ને પચીસ મુહૂર્ત ગર્ભ સ્થાનમાં રહે છે. ચૌદ લાખ દશ હજાર બસેં ને પચીસ શ્વાસોચ્છવાસ લે છે. તેમ છતાં વધઘટ થતી જણાય છે, તે સર્વે કર્મવિપાકનો વ્યાઘાત સમજવો. ગર્ભસ્થાનને માટે સમજવાનું કે માતાના નાભી મંડળ નીચે ફૂલને આકારે બે નાડી છે, તે બેની નીચે ઊંધા કમલને આકારે એક ત્રીજી નાડી છે તે યોનિ નાડી કહેવાય છે. તેમાં યોનિ જામે છે. તે યોનિ જીવને ઉપજવાનું ઠેકાણું છે. તે ઠેકાણામાં પિતા તથા માતાના પુદ્ગલનું મિશ્રણ થાય છે તે યોનિરૂપ ફૂલની નીચે આંબાની માંજરને આકારે, એક માંસની પેશી હોય છે, તે પેશી દરેક મહિને પ્રવાહિત થવાથી, સ્ત્રી ઋતુધર્મમાં આવે છે. તે રૂધીર ઉપરની યોની નાડીમાં જ આવ કરે છે, કેમકે તે નાડી ખૂલેલી જ હોય છે. ચોથે દિવસે ઋતુસ્ત્રાવ બંધ પડે છે, પણ અત્યંતરમાં સૂક્ષ્મ સ્ત્રાવ રહે છે, ત્યારે સ્નાન કરી શુચિ થવાય છે. પાંચમે દિવસે યોનિ નાડીમાં સૂક્ષ્મ રૂધીરનો જોગ હોય છે, તેજ વખતે વીર્ય બિંદુની પ્રાપ્તિ થઈ હોય, તો તેટલા વખતને મિશ્ર યોનિ કહેવાય છે, અને તે ફળ પ્રાપ્ત થવા યોગ્ય ગણાય છે તેવું મિશ્રપણું બારમુહૂર્ત પહોંચે છે. તેટલી હદ સુધીમાં જીવ ઉપજી શકે છે. તેમાં એક બે અને ત્રણ વગેરે નવ લાખ સુધી ઉપજે છે. તેઓનું આઉખું જઘન્ય અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સુધીનું હોય છે. તે જીવનો