________________
૩૮૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ આવી ઉપજનારો જીવ, પ્રથમ માતા પિતાના મળેલાં મિશ્ર પુદ્ગલનો આહાર કરીને પછી ઉપજે છે. તેનો અર્થ પ્રજાદ્વારથી જાણવો. વિશેષ એટલો જ કે અહીંના આહારમાં માતા પિતાનાં પુદગલ કહેવાય છે. તે આહારથી સાત ધાતું નીપજે છે. તેમાં પહેલું રસી, બીજું લોહી, ત્રીજું માંસ, ચોથું હાડ, પાંચમી હાડની મજ્જા, છઠું ચર્મ, સાતમું વીર્ય ને નસા જાળ, એ સાતે મળીને બીજી શરીર પર્યા. અર્થાત સૂક્ષ્મ પૂતળું કહેવાય છે. છ પર્યા બંધાયા પછી તે બીજક સાત દિવસમાં ચોખાના ધોવાણ જેવો તોલદાર થાય છે. ચૌદમાં દિવસ સુધીમાં પાણીના પરપોટા જેવા આકારમાં આવે છે. એકવશમાં દિવસ સુધીમાં નાકના ગ્લેખ જેવો અને અઠ્ઠાવીશમાં દિવસ સુધીમાં અડતાળીશ માસા જેટલો વજનદાર થાય છે. પૂરે મહિને બોરના ઠળીઆ જેવડો, અગર છોટી કેરીની ગોટલી જેવો થાય છે. તેનું વજન એક કરખણ ઉણો એક પળનું થાય છે. તે પળ એને કહેવાય છે, કે સોળ માસાનું એક કરજણ, તેવા ચાર કરખના તોલને પણ કહેવાય છે. બીજે માસે કાચી કેરી જેવો, ને ત્રીજે માસે પાકી કેરી જેવો થાય છે. તે વખતથી ગર્ભ પ્રમાણે માતાને ડહોળા (દોહદ-ભાવ) થાય છે. અર્થાતુ સારે ગર્ભે ઊંચા અને નરસે ગર્ભે નીચા મનોરથ થાય છે. અને તે કર્મ પ્રમાણે ફળે છે. તે ઉપરથી સારા નરસા ગર્ભની પરીક્ષા થાય છે. ચોથે માસે કણકના પીંડા જેવો થાય, તેથી માતાનું શરીર પુષ્ટિ પામે છે. પાંચમે માસે પાંચ અંકુરા ફૂટે છે. તેમાં બે હાથ, બે પગ, મસ્તક, છ માસે રૂધીર તથા રોમ, નખ ને કેશની વૃદ્ધિ થાય છે. તેમાં સાડાત્રણ ક્રોડ રોમ છે. તેમાંથી બે ક્રોડ ને એકાવન લાખ ગળા ઉપર અને નવાણું લાખ ગળા નીચે છે. બીજે મતે, તેટલી સંખ્યાતનાં રોમ ગાડરનાં કહેવાય છે, તે વિચાર જોતાં વ્યાજબી લાગે છે. એકેકા રોમને ઊગવા જેટલી જગામાં પોણાબેથી કાંઈક વધારે રોગ ભરેલા છે. તેનો સરવાળો