________________
ગર્ભવિચાર
૩૮૧ યોનિનો સમાવેશ થાય છે. તેવી યોનિમાં ફરી ફરીને ઉપજવું, જન્મવું અને મરણને આધીન થવું, તેવા જન્મ મરણને સંસાર સમુદ્ર કહેવાય છે, અને તે સર્વ સમુદ્રોથી અનંત ગુણો મોટો છે, તેનો કિનારો પામવા માટે ધર્મ રૂપી નૌકા છે, તે નૌકાના ચલાવનાર જ્ઞાની ગુરુ છે. તેનું શરણ લઈ, આજ્ઞા મુજબ વિચરી, પ્રવર્તન કરનારો ભાવિક ભવ્ય, સલામતી સાથે, પ્રાપ્ત થયેલી જીંદગીનું સાર્થક હાંસલ કરી શકે છે, તેમજ સર્વ કોઈએ કરવું તે યોગ્ય છે. | ઇતિ અપર્યાપ્તા તથા પર્યાપ્તા દ્વાર સંપૂર્ણ.
૨૮) ગર્ભવિચાર (ભગ.શ.૧.ઉ.૭). ગુરુ - હે શિષ્ય ! પન્નવણા સૂત્રનો તથા ગ્રંથકારોનો અભિપ્રાય જોતાં, સર્વ જન્મ મરણનાં દુઃખનો મુખ્યતાએ કરીને ચોથા મોહનીય કર્મના ઉદયમાં સમાવેશ થાય છે. તે મોહનીયમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મ એ ત્રણનો સમાવેશ છે. કર્મ એકાંત પાપ છે તેનું ફળ અશાતા અને દુ:ખ છે. એ ચારે કર્મના આકર્ષથી આયુષ્ય કર્મ બંધાય છે, આયુષ્ય શરીરમાં રહીને ભોગવાય છે તે ભોગવવાનું નામ વેદનીય કર્મ કહેવાય છે. તે વેદનીયમાં શાતા તથા અશાતા વેદનીયનો સમાવેશ થાય છે. તેની સાથે જ નામ તથા ગોત્ર કર્મ જોડાયેલા હોય છે, અને તે આયુષ્ય કર્મ સાથે સંબંધ રાખે છે, આ ચાર કર્મ શુભ તથા અશુભ એવાં બે પરિણામથી બંધાય છે તેથી તે મિશ્ર કહેવાય છે. તેના ઉદય ઉપરથી પુન્ય તથા પાપની ગણના કરી શકાય છે; આ પ્રમાણે આઠ કર્મ બંધાય છે અને જન્મ મરણ રૂપ ક્રિયા કરી ભોગવાય છે. તેમાં મોહનીય કર્મ રાજા છે. તેનો દીવાન આયુષ્ય કર્મ છે. મન તેઓનો હજુરી સેવક છે. તે મોહ રાજાના આદેશ મુજબ નિત્ય