________________
૩૮૦
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ અપર્યાપ્તાના બે ભેદ છે. તેમાં પહેલો કરણ અપર્યાપ્તો, અને બીજો લબ્ધિ અપર્યાપ્યો. એ બેમાંથી પહેલા કરણ અપર્યાપ્તાના બે - ભેદ છે, તે એમ કે ત્રીજી ઈદ્રિય પર્યાતિબાંધી ન રહે, ત્યાં સુધી કરણ અપર્યાપ્યો અને તે બંધાઈ રહે ત્યારે કરણ પર્યાપ્યો કહેવાય છે. હવે લબ્ધિ અપર્યાપ્તના બે ભેદ છે, તે એમ કે એકેંદ્રિય વિગેરેથી પંચેંદ્રિય સુધીમાં, જેને જેટલી પર્યા. કહી છે, તેને તેટલીમાંથી એકેકી અધૂરી રહે ત્યાં સુધી લબ્ધિ અપર્યાપ્યો કહે છે અને પોતાની જાતિની હદ સુધી પૂરી બંધાઈ રહે, ત્યારે તેને લબ્ધિ પર્યાતો કહે છે. એ કરણ તથા લબ્ધિ અપર્યાપ્તાના ચાર ભેદ કહ્યા.
શિષ્ય- હે ગુરુ ! જે જીવ મરણ પામે છે, તે અપર્યાપ્તામાં કે પર્યાપ્તામાં !
ગુરુ- હે શિષ્ય ! જ્યારે ત્રીજી ઈદ્રિય પર્યા. બાંધીને જીવ કરણ પર્યાતો થાય છે ત્યારે મરણ નીપજી શકે છે. એ ન્યાયથી કરણ પર્યાપ્તો થઈ મરણ પામે છે, પણ કરણ અપર્યાપ્તાપણે કોઈ જીવ મરણ પામે નહિ. તેમજ બીજી રીતે અપર્યાપ્તપણાનું મરણ કહેવામાં આવે છે. તે લબ્ધિ અપર્યાપ્તાનું મરણ સમજવું. તે એમ કે ચારવાળો ત્રીજી, પાંચવાળો ત્રીજી, ચોથી, અને છવાળો ત્રીજી, ચોથીને પાંચમી પર્યા. પૂરી બાંધવા પછી મરણ પામે છે. હવે બીજી રીતે અપર્યાપ્તો તથા પર્યાયો એને કહેવાય છે કે જેને જેટલી પર્યા. પ્રાપ્ત થઈ, અર્થાતું બંધાઈ રહી હોય તેને તેટલીનો પર્યાપ્તો કહેવાય છે, અને હવે પછી બાંધવાની છે, તેનો અપર્યાપ્તો; એટલે તેવી પર્યા ની પ્રાપ્તિ થઈ શકી નથી એમ પણ કહેવાય છે.
ઉપર બતાવેલા અપર્યાપ્તા તથા પર્યાપ્તાના ભેદનો અર્થ સમજી, ગર્ભજ, નોગર્ભજ, અને એકેંદ્રિય વગેરે અસંશી પંચેંદ્રિયવાળા જીવોને તે ભેદ લાગુ કરવાથી, જીવ તત્ત્વના પાંચસે ને ત્રેસઠ ભેદ વ્યવહાર નથી ગણાય છે અને તે સર્વ કર્મ વિપાકનાં ફળ છે. તેમાં જીવની ચોરાશી લાખ