________________
શ્વાસોચ્છ્વાસ
૩૭૩
(૨૪) શ્વાસોચ્છવાસ
પન્નવણા પદ-૭
શ્રી પન્નવણાજી સૂત્ર પદ સાતમે શ્વાસોચ્છ્વાસનો થોકડો ચાલ્યો, તેમાં ગૌતમ સ્વામી વીર પ્રભુને પૂછતાં હવાં કે કે ભગવન્ ! નારકી અને દેવતા કેવી રીતે શ્વાસોચ્છ્વાસ લે છે ? વીર પ્રભુએ કહ્યું કે હે ગૌતમ ? નારકીના જીવ નિરંતર ધમણની પેરે શ્વાસોચ્છ્વાસ લે છે. અસુરકુમારના દેવતા જઘન્ય સાત થોક, ઉત્કૃષ્ટ એક પક્ષ ઝાઝેરો શ્વાસોચ્છ્વાસ લે છે. વાણવ્યંતરને નવ નિકાયના દેવતા જઘન્ય સાત થોક, ઉત્કૃષ્ટ. પ્રત્યેક મુહૂર્તે. જ્યોતિષી જ અને ઉ પ્રત્યેક મુહૂર્તે. પહેલે દેવલોકે જ પ્રત્યેક મુહૂર્તો અને ઉ બે પક્ષે બીજે દેવલોકે જ પ્રત્યેક મુહૂર્તે ઝાઝેરૂં ઉ બે પક્ષ ઝાઝેરે. ત્રીજે દેવલોકે જ બે પક્ષે અને ઉ સાત પક્ષે ચોથે દેવલોકે જ બે પક્ષ ઝાઝેરે અને ઉ સાત પક્ષ ઝાઝેરે. પાંચમે દેવલોકે જ સાત પક્ષે અને ઉ દસ પક્ષે છઠે દેવલોકે જ૦ દસ પક્ષે ઉ ચૌદ પક્ષે. સાતમે દેવલોકે જ ચૌદ પક્ષે ઉ સતર પક્ષે આઠમે દેવલોકે જ સત્તર પક્ષે ઉ અઢાર પક્ષે. નવમે દેવલોકેજ અઢાર પક્ષે ઉ ઓગણીસ પક્ષે દશમે દેવલોકે જ૦ ઓગણીસ પક્ષે ઉ વીસ પક્ષે. અગિયારમે દેવલોકે જ વીસ પક્ષે ઉ એકવીસ પક્ષે, બારમે દેવલોકે જ એકવીસ પક્ષે ઉ૰ બાવીસ પક્ષે પહેલી ત્રિકમાં જ બાવીસ પક્ષે ઉ પચીસ પક્ષે. બીજી ત્રિકમાં જ પચીસ પક્ષે ઉ અઠ્ઠાવીસ પક્ષે. ત્રીજી ત્રિકમાં જ અઠ્ઠાવીસ પક્ષે ઉ એકત્રીસ પક્ષે. ચાર અનુત્તર વિમાનમાં જ એકત્રીસ પક્ષે ઉ તેત્રીસ પક્ષે. સર્વાર્થ સિદ્ધમાં જ અને ઉ તેત્રીસ પક્ષે. એમ તેત્રીસ પખવાડીયે શ્વાસોચ્છ્વાસ કરે.
ઈતિ શ્વાસોચ્છ્વાસ સંપૂર્ણ.