________________
૩૭૨
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ (૨૩) ચાર કષાય.
પન્નવણા પદ-૧૪ શ્રી પન્નવણાજી સૂત્ર પદ ચૌદમે કષાયનો થોકડો ચાલ્યો. તેમાં શ્રી ગૌતમ સ્વામી વિર ભગવાનને પૂછતા હતા કે, હે ભગવનું ! કષાય કેટલા પ્રકારે કહ્યા છે? ભગવદ્ કહે, હે ગૌતમ! કષાય ૧૬ પ્રકારે કહ્યા છે. ૧–પોતાને માટે, ૨-પરને માટે, ૩-તંદુભાયા કહેતાં બન્ને માટે, ૪-ખેત્ત કહેતાં ઉઘાડી જમીનને માટે, ૫-વષ્ણુ કહેતાં ઢાંકી જમીનને માટે, ૬-શરીર માટે, ૭-ઉપધિને માટે, ૮-નિરર્થક, ૯-જાણતાં, ૧૦-અજાણતાં ૧૧-ઉપશાંતપણે* ૧૨-અણુપશાંતપણે*, ૧૩-અનંતાનુબંધી ક્રોધ, ૧૪-અપ્રત્યાખ્યાની ક્રોધ, ૧૫-પ્રત્યાખ્યાના વરણીય ક્રોધ, ૧૬-સંજ્વલનનો ક્રોધ, એવં ૧૬. તે ૧૬ સમુચ્ચય જીવ આશ્રી અને ચોવીસ દંડક આશ્રી એમ ૨૫ ને ૧૬ થી ગુણતાં ૪00 થાય. હવે કષાયના દળીયા કહે છે. ચણીયાર, ઉપચણીયા, બાંધ્યા, વેદ્યા, ઉદીરીયા, નિર્યા, એવું ૬, તે ભૂતકાળ, વર્તમાનકાળ, અને ભવિષ્યકાળ આશ્રી એમ ૬ ને ૩ થી ગુણતાં ૧૮ થાય. તે ૧૮ એક જીવ આશ્રી અને ૧૮ બહુ જીવ આશ્રી એવં ૩૬ થાય. તે સમુચ્ચય જીવ આશ્રી, અને ચોવીસ દંડક આશ્રી એમ ૩૬ ને ૨૫ થી ગુણતાં ૯૦૦ થાય અને ૪૦૦ ઉપર કહ્યા, તે મળી કુલ ૧૩૦૦ ક્રોધના, ૧૩૦૦ માનના, ૧૩૦૦ માયાના, અને ૧૩૦૦ લોભના, એવં પ૨૦૦ થાય.
ઈતિ ચાર કષાય સંપૂર્ણ * ઉદય અવસ્થાને નહીં પ્રાપ્ત થયેલ. + ઉદય અવસ્થાને પ્રાપ્ત થયેલ
= ચણીયા - કર્મ પુદ્ગલોનું આવવું, ઉપચણીયા - તેને વધુ પુષ્ટ કરવાં, બાંધ્યા - નિદ્ધત કે નિકાચીત બંધ કરવો. વેદ્યા - દર્દ આદિ દુઃખનું વેદન કરવું તે, ઉદીરીયા - તપ આદિથી ઉદીરણા કરવી. નિર્ભર્યા - આત્માથી કર્મદલિકોને જુદા કરવા.