________________
પુદ્ગલ પરાવર્ત
૩૩૯ હાથે એક કુક્ષિ. ૧૯. બે કુષિએ એક ધનુષ્ય, ૨૦. બે હજાર ધનુષ્ય એક ગાઉ, ૨૧. તે ચાર ગાઉએ એક યોજન. તે એક યોજનનો કૂવો લાંબો, પહોળો ને ઉડો જાણે કે હોય તેમ કલ્પીએ, ને તેમાં દેવ - ઉત્તરકુરૂ મનુષ્યના વાળ – એક એક વાળના અસંખ્ય ખંડ કરીએ, એ અસંખ્ય ખંડવાળા વાળોથી તળાથી તે ઉપર સુધી સજ્જડ - ગાઢ, ઠાંસીને તે કૂવો ભર્યો હોય, કે જેના પરથી ચક્રવર્તીનું લશ્કર ચાલ્યું જાય, પણ એક વાળ નમે નહિ. નદીનો પ્રવાહ ધોધમાર ચાલ્યો જાય, પણ અંદર પાણી ઉતરી શકે નહિ. કદાચ અગ્નિ પણ તે ઉપર લાગે, પણ અંદર જઈ શકે નહિ. તેવા કૂવામાંથી સો સો વર્ષે * એક એક વાળ ખંડ કાઢે ને સો સો વર્ષે એક એક ખંડ કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થાય, તેટલામાં જેટલો વખત જાય, તેને શાસ્ત્રકાર એક પલ્ય કહે છે. ને તેવા દશ ક્રોડાક્રોડ પત્યે એક સાગર થાય છે. વીશ ક્રોડાકોડ સાગર સમાય તેટલા વખતે એક કાલચક્ર થાય છે.
ઇતિ કાલઉપમા દ્વાર. ૭. કાલ અલ્પ બહુત્વ દ્વાર - ૧. અનંત કાલચક્ર જય ત્યારે એક કાર્મણ પુદ્ગલ પરાવર્ત થાય. ૨. અનંત કાર્પણ પુદ્ગલ પરાવર્ત જાય ત્યારે એક તેજસ્ પુગલ પરાવર્ત થાય, ૩. અનંત તેર્ પુદ્ગલ પરાવર્ત જાય ત્યારે એક ઔદારિક પુગલ પરાવર્ત થાય. ૪. તે અનંત પુદ્ગલ જાય ત્યારે એક
* અસંખ્ય સમયે એક આવલિકા, સંખ્યાત આવલિકાએ એક ઉચ્છવાસ, સંખ્યાત આવલિકાએ એક નિશ્વાસ બે મળી એક પ્રાણ. સાત પ્રાણે એક સ્તોક, (જરા થોડો વખત), સાત સ્તોકે એક લવ (બે કાષ્ટોનું માપ), ૭૭ લવે એક મુહૂર્ત, ત્રીશ મુહૂર્તે એક અહોરાત્રિ, ૧૫ અહોરાત્રિએ એક પક્ષ, બે પક્ષે માસ, બાર માસે એક વર્ષ.