________________
૩૩૮
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ પાંચ એકેંદ્રિય વિના ૧૯ દંડકમાં સર્વ જીવે વચન પુલ પરાવર્ત અનંતવાર કર્યા. એ ૧૩૩ પ્રશ્ન થાય છે. ત્રણે સ્થાનકના આઠ હજાર એકસો ને અઠાણું પ્રશ્ન થાય છે. અતિ ત્રિસ્થાનક દ્વારા
૫ કાલદ્વાર - અનંત ઉત્સર્પિણી અનંત અવસર્પિણી જાય ત્યારે એક ઔદારિક પુદ્ગલ પરાવર્ત થાય. એમ વૈક્રિય પુદ્ગલ પરાવર્ત એટલો કાલ જતાં થાય છે. સાતે પુદ્ગલ પરાવર્તમાં અનંત અનંત કાલચક્ર વહી જાય છે. ઈતિ કાલદ્વાર.
દ કાલની ઉપમા - કાલ (વખત) સમજવાને દષ્ટાંત આપે છે, તેમાં પ્રથમ પરમાણુથી શરૂ કરે છે. પરમાણુ તે ઝીણામાં ઝીણો રજકણ, જે રજકણ અતીન્દ્રિય (ઈદ્રિયને અગમ્ય) છે.જેનો ભાગ, ખંડ કે કટકો કોઈ પણ શસ્ત્રથી કે કોઈ પણ રીતે થઈ શકે નહિ. ઘણો જ ઝીણો સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવો જે ભાગ તે પરમાણું. ૧. અનંત સૂક્ષ્મ પરમાણુએ એક વ્યવહાર પરમાણુ થાય. ૨. અનંત વ્યવહાર પરમાણુએ એક ઉષ્ણ સ્નિગ્ધ પરમાણુ થાય. ૩. અનંત ઉષ્ણ સ્નિગ્ધ પરમાણુએ એક એક શીત સ્નિગ્ધ પરમાણુ થાય, ૪. આઠશીત સ્નિગ્ધ પરમાણુએ એક ઉર્ધ્વરણું થાય. ૫. આઠ ઉર્ધ્વરેણુએ એક ત્રસ રેણુ થાય. ૬. આઠ ત્રસરેણુએ એક રથ રેણુ થાય, ૭. આઠ રથરેણુએ દેવ-ઉત્તર કુરૂ મનુષ્યનો એક વાલાગ્ર થાય. ૮. તે આઠ વાલાગે, હરિ, રમ્યુકવર્ષના મનુષ્યનો એક વાલાગ્ર થાય. ૯. તે આઠ વાલાગે હેમવય, હિરણ્યવય મનુષ્યનો એક વાલાગ્ર થાય. ૧૦. તે આઠ વાલાગે પૂર્વ વિદેહ, પશ્ચિમ વિદેહ મનુષ્યનો એક વાલાગ્ર થાય, ૧૧. તે આઠ વાલાઝે ભરત, ઐરવત મનુષ્યનો એક વાલા... થાય. ૧૨. તે આઠ વાલાઝે એક લીખ. ૧૩. આઠ લીખે એક જૂ. ૧૪. આઠ જુ એ એક અર્ધજવ. ૧૫. આઠ અર્ધજવે એક ઉત્સધ અંગુલ. ૧૬. છ ઉત્સધ અંગુલે એક પગનું પહોળપણું, ૧૭. બે પગ પહોળપણે એક વેંત ૧૮. બે વેતે એક હાથ બે