________________
પુદ્ગલ પરાવ
૩૩૭. પ્રમાણે. એમ અસુરકુમારપણે, પૃથ્વીપણે યાવત્ વૈમાનિકપણે પૂર્વે ઔદારિક પુદગલ પરાવર્ત, વૈક્રિય પુદ્ગલ પરાવર્ત યાવત્ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત કર્યા ને કરશે (તમાં સમજવાનું એમ છે કે જે દંડકમાં જે જે પુદ્ગલ પરાવર્ત હોય તે કરે, ન હોય તે ન કરે). એક નૈરયિકજીવે ૨૪ દંડકમાં રહી સાત સાત (હોય તો હા, નહિ તો ના) પુદ્ગલ પરાવર્ત કર્યા તે ૨૪X૭=૧૬૮ થયા. એમ ૨૪ દંડકનો જીવ ૨૪ દંડકમાં રહી સાત સાત પુદ્ગલ પરાવર્ત કરે. તે ૧૬૮૪ર૪= ૪૦૩૨ પ્રશ્ન પુદ્ગલ પરાવર્તન થાય છે.
૨. બહુ વચને - તે સર્વ જીવે નૈરયિકપણે ઔદારિક પુગલ પરાવર્ત નથી કર્યું, નહિ કરશે. વૈક્રિય પુગલ પરાવર્ત થાવત શ્વાસોચ્છવાસ પુગલ પરાવર્ત કર્યા કરશે. તેમજ અસુરકુમારપણે, પૃથ્વીપણે યાવતુ વૈમાનિકપણે, જે જે ઘટે તે તે પુદ્ગલ પરાવર્ત કર્યા ને કરશે એમ ૨૪ દંડકમાં બહુ જીવે પુગલ પરાવર્ત સાત સાત કર્યા કરશે. પૂર્વ પ્રમાણે આના પણ ૪૦૩૨ પશ્ન થાય છે.
૩. કયા કયા દંડકમાં પુગલ પરાવર્ત કર્યા તે સર્વ જીવે પાંચ એકેંદ્રિય, ત્રણ વિકસેંદ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય ને મનુષ્ય, એ દશ દંડકમાં ઔદારિક પુગલ પરાવર્ત અનંત અનંત વાર કર્યા. ૧ નૈરયિક, ૧૦ ભવનપતિ, ૧૨ વાયુકાય, ૧૩ સંજ્ઞી તિર્યંચ પંચેંદ્રિય પર્યાપ્ત, ૧૪ સંજ્ઞી મનુષ્ય પર્યાપ્ત, ૧૫ વાણવ્યંતર, ૧૬
જ્યોતિષી, ૧૭ વૈમાનિક એ ૧૭ દંડકમાં સર્વ જીવે વૈક્રિય પુગલ પરાવર્ત અનંત અનંત વાર કર્યા. ૨૪ દંડકમાં તૈજસ્ પુદ્ગલ પરાવર્ત, કાર્મણ પુદ્ગલ પરાવર્ત, શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત, સર્વ જીવે અનંત અનંત વાર કર્યા, ૧૪ નૈરયિક-દેવના દંડક, ૧૫ સંજ્ઞી તિર્યંચ પંચેંદ્રિય, ૧૬ સંજ્ઞી મનુષ્ય એ ૧૬ દંડકમાં સર્વ જીવે મન પુગલ પરાવર્ત અનંત અનંતવાર કર્યા.