________________
૩૩૬
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ અનંત અનંત વાર કર્યા. ૭.
૨. એકવચને - તે એક જીવે, એક નારક જીવે, દારિક પુદ્ગલ પરાવર્ત, વૈક્રિય પુદ્ગલ પરાવર્ત, એ સાતે પુદ્ગલ પરાવર્ત, અતિત (ગયા) કાલે, અનંત અનંત વાર કર્યા. ભવિષ્ય કાલે કોઈ પુદ્ગલ પરાવર્ત કરશે નહિ. (મોક્ષ જશે તે) કોઈ કરશે. જે કરશે તે જઘન્ય, ૧-૨-૩ પુદ્ગલ પરાવર્ત કરશે. ઉત્કૃષ્ટ અનંત કરશે. એમ ભવનપતિ વગેરે ૨૪ દંડકના એક એક જીવે સાત પુદ્ગલ પરાવર્ત ગયા કાલે અનંત કર્યા, કેટલાકો ભવિષ્ય કાલે કરશે નહિ, મોક્ષ જશે તે માટે, જે કરશે તે ૧-૨-૩ ઉત્કૃષ્ટ અનંત કરશે. સાત પુગલ પરાવર્ત, ૨૪ દંડક સાથે ગણતાં ૧૬૮ (પ્રશ્ન) થાય.
૩. બહુવચને - તે સર્વ જીવે – સર્વ નારક જીવે પૂર્વ કાલે ઔદારિક પુદ્ગલ પરાવર્ત એ સાતે પુદ્ગલ પરાવર્ત અનંત અનંત કર્યા. ભવિષ્યકાલે ઘણાઓ અનંત કરશે. એમ જ ૨૪ દંડકના બહુ જીવોએ અનંત પુદ્ગલ પરાવર્ત કર્યા ને ભવિષ્યકાલમાં કરશે. તેના પણ ૧૬૮ (પ્રશ્ન) થાય છે.
*૧૬૮+૧૬૮=૩૪૩ (પ્રશ્ન) થાય છે.
૪ થો ત્રિસ્થાનક દ્વાર. ૧. એક જીવે કયા કયા સ્થાને, કયા કયા પુદ્ગલ પરાવર્ત કર્યા? કયા કયા પુદ્ગલ પરાવર્ત કરશે ? ૨. બહુ જીવે કયા કયા સ્થાને પુદ્ગલ પરાવર્ત કર્યા કરશે. ? ૩. સર્વ જીવે કયા કયા દંડકમાં કયા કયા પુદ્ગલ પરાવર્ત કર્યા?
૧. એક વચને તે એક જીવે નારકપણે ઔદારિક પુદ્ગલ પરાવર્ત કર્યું નથી, કરશે નહિ, વૈક્રિય પુદ્ગલ પરાવર્ત કર્યું છે, કરશે. જે કરશે તે જઘન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ અનંત કરશે. એમ તૈજસ પુદ્ગલ પરાવર્ત, કામણ પુગલ પરાવર્ત યાવત્ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત કર્યા ને હવે પછી કરશે. તે ઉપર