________________
પુદ્ગલ પરાવર્ત
૩૩૫ (જમાં ઉત્સર્પિણીને અવસર્પિણી સમાય)તેના પ્રથમ સમયે મરે પછી બીજા કાલચક્રના બીજા સમયે મરે કે ગમે તે ત્રીજા સમયે મરે. એમ ત્રીજા કાલચક્રના ગમે તે સમયે મરે એટલે કે એક કાલચક્રના જેટલા સમય થાય, તેટલા કાલચક્રના એક એક સમયે મરી એક કાલચક્ર પૂર્ણ કરે.
દ. કાલથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્ત-તે કાલચક્રના પ્રથમ સમયે મરે, તેમ બીજા કાલચક્રના બીજ સમયે મરે, ત્રીજ કાલચક્રના ત્રીજા સમયે મરે, ચોથા કાલચક્રના ચોથા સમયે મરે, વચમાં નિયમ વિના ગમે તે સમયે મરે તે હિસાબમાં ન ગણાય. એમ એક કાલચક્રના જેટલા સમય તેટલા કાલચક્રના અનુક્રમે નિયમિત સમયે મરે.
૭. ભાવથી બાદર પુગલ પરાવર્ત = તે જીવનાં અનુભાગબંધ સ્થાન અસંખ્યાતા લોકાકાશના પ્રદેશની સંખ્યા જેટલાં છે. તે બધા અનુભાગબંધ સ્થાનોને ક્રમથી કે ક્રમ વિના મરણ કરીને પૂરાં કરે ત્યારે બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત થાય.
૮. ભાવથી સૂથમ પુદ્ગલ પરાવર્ત-ઉપરોક્ત અનુભાગબંધ સ્થાનમાં સૌથી જઘન્ય અનુભાગબંધ સ્થાનમાં કોઈ જીવ મરે ત્યાર પછી બીજા સ્થાન પછી ત્રીજા સ્થાન એમ ક્રમની ગણતરી કરી વચ્ચેના ગમે તેટલા મરણને ગણતરીમાં લીધા વગર) બધાં સ્થાનોને સ્પર્શ કરી મરતાં જેટલો કાળ થાય તેને સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત કહેવાય.
| ઇતિ ગુણદ્વાર. ૩ જો-ત્રિસંખ્યા દ્વાર.
૧. પુદ્ગલ પરાવર્ત-સર્વ જીવે કેટલા કર્યા? ૨. એક વચને એક જીવે – ૨૪ દંડકમાં કેટલા પુદ્ગલ પરાવર્ત કર્યા ૩. બહુવચને સર્વ જીવે - ૨૪ દંડકે કેટલા પુદ્ગલ પરાવર્ત કર્યા?
૧. સર્વ જીવે ઔદારિક પુદ્ગલ પરાવર્ત, વૈક્રિય પુદ્ગલ પરાવર્ત, તેજસ પુગલ પરાવર્ત એ સાતે પુદ્ગલ પરાવર્ત,