________________
૩૩૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
લીધા છે ને મૂક્યા છે; તે પણ સૂક્ષ્મપણે ને બાદરપણે લીધા છે ને મૂક્યા છે; દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. એમ ચારે પ્રકારે જીવે પુદ્ગલ પરાવર્ત્ત કર્યા છે; તે સ્પષ્ટ નીચે પ્રમાણે.
પુદ્ગલ પરાવર્ત્તના બે ભેદઃ ૧ બાદર, ને ૨ સૂક્ષ્મ. તે ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, ૪ ભાવથી.
૧. દ્રવ્યથી બાદર પુદ્ગલ પરાવર્ત્ત - તે જગમાંના સર્વ પુદ્ગલો ઔદારિકપણે, વૈક્રિયપણે, એમ સાતે પ્રકારે પુદ્ગલો પૂરા કરે પણ અનુક્રમે નહિ, એટલે કે ઔદારિકપણે પુદ્ગલો પૂરા કર્યા પહેલાં વૈક્રિયપણે લે, વા તૈજસ્પણે લે, ગમે તે પુદ્ગલ પરાવર્ત્તપણે વચમાં લઈ પછી ઔદારિકપણાના લીધા પુદ્ગલો પૂરા કરે, એમ સાતે પ્રકારે અવળા સવળા જગત્ના સર્વ પુદ્ગલોને પૂર્ણ કરે, તેને બાદર પુદ્ગલ પરાવર્ત કહીએ.
૨. દ્રવ્યથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્ત-તે જગમાંના સર્વ પુદ્ગલોને ઔદારિકપણે પૂર્ણ કરે, પછી વૈક્રિયપણે, પછી તૈજસપણે, એમ, એક પછી એક, અનુક્રમે કરી સાતે પુદ્ગલ પરાવર્ત્તપણે પૂર્ણ કરે, તેને સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્ત્ત કહીએ.
૩. ક્ષેત્રથી બાદર પુદ્ગલ પરાવર્ત્ત - તે ચૌદ રાજલોકના જેટલા આકાશપ્રદેશ છે, તે સર્વ આકાશપ્રદેશને દરેક પ્રદેશે મરી મરીને અનુક્રમ વિના ગમે તેમ કરી પૂર્ણ કરે.
આકાશ
૪. ક્ષેત્રથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્ત્ત - તે ચૌદ રાજલોકના પ્રદેશને અનુક્રમે એક પછી એક ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦ એમ દરેક પ્રદેશમાં મરીને પૂર્ણ કરે. તેમાં પહેલાં પ્રદેશે મરીને ત્રીજા પ્રદેશે મરે અથવા ૫ મા ૮ મા ગમે તે પ્રદેશે મરે, તે પુદ્ગલ પરાવર્ત્ત કરવામાં ન ગણાય. અનુક્રમે દરેક પ્રદેશે મરી સમસ્ત લોક પૂર્ણ કરે.
૫. કાલથી બાદર પુદ્ગલ પરાવર્ત તે એક કાલચક્ર
-