________________
પુદ્ગલ પરાવર્ત
૩૩૩
| (૨૧) પુદ્ગલ પરાવર્ણી ભગવતી સૂત્રના ૧૨ મા શતકના ૪ થા ઉદેશમાં પુદ્ગલ પરાવર્તનો વિચાર છે, તે નીચે મુજબ :
ગાથા. ૧ ૨ ૩ ૪ ૫ ૬ નામ, ગુણ, નિસંખ્ત, નિ ઠાણે કાલ, કાલોવમં ચ;
કાલઅપ્પબહુ, પુગ્ગલ મઝ પુગલ, પુગલકરણ અપ્પબહુ. (આ ગાથા મૂળ પાઠમાં નથી, ટીકામાં છે.) ૧
પુદ્ગલ પરાવર્ત એ વિષય સમજવાને ૯ દ્વારે કરી સ્પષ્ટીકરણ કરી કહે છે.
૧ નામ દ્વાર - ૧ ઔદારિક પુદ્ગલ પરાવર્ત, ૨ વૈક્રિય પુદ્ગલ પરાવર્ત, ૩ તેજસ્ પુદ્ગલ પરાવર્ત, ૪ કાર્મણ પુદ્ગલ પરાવર્ત, ૫ મનો પુદ્ગલ પરાવર્ત, ૬ વચન પુદ્ગલ પરાવર્ત, ૭ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત.
૨ ગુણ દ્વાર -પુદ્ગલ પરાવર્ત એટલે શું, તે કેમ, કેટલા પ્રકારે? ને તે શી રીતે સમજવું, એ સહજ પ્રશ્ન શિષ્ય બુદ્ધિથી થાય છે ત્યારે ગુરૂ એમ સમજાવે છે કેઃ જીવે આ જગતુ - વિશ્વમાં જેટલા પુદ્ગલો છે તે સર્વને લઈ લઈને મૂકયાં છે. મૂકી મૂકીને ફરી ફરી લીધાં છે. એટલે કે, પુદ્ગલ પરાવર્ત શબ્દનો અર્થ એ છે કે પુદ્ગલ ઝીણામાં ઝીણા રજકણથી માંડીને સ્કૂલમાં ધૂલ જે પુદ્ગલ તે સર્વમાં અગર તે સર્વથી જીવે પરાવર્ત - સમગ્ર પ્રકારે ફરવું કર્યું, સર્વમાં ભ્રમણ કર્યું, ને તે પુદ્ગલો ઔદારિકપણે (ઔદારિક શરીરમાં રહી ઔદારિક યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે તે) વૈક્રિયપણે, (વૈક્રિય શરીરમાં રહી વૈક્રિયે યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે તે) તૈજસપણે, ઉપર કહ્યા એ સાતપણે, જીવે