________________
૩૪૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત થાય. ૫. તે અનંત જાય ત્યારે એક મન પુદ્ગલ પરાવર્ત થાય. ૬. તે અનંત જાય ત્યારે એક વચન પુદ્ગલ પરાવર્ત થાય. ૭. તે અનંત જાય ત્યારે એક વૈક્રિય પુદ્ગલ પરાવર્ત થાય.
ઇતિ કાલ અલ્પ બહન્દ દ્વાર ૮. પુદ્ગલ મધ્ય પુદ્ગલ પરાવર્ત જય તે - ૧. એક કાર્મણ પુગલ પરાવર્તમાં અનંત કાલચક્ર જાય. ૨. એક તૈજસ્ પુદ્ગલ પરાવમાં અનંત કાર્મણ પુદ્ગલ પરાવર્ત જાય. ૩. એક
ઔદારિક પુદ્ગલ પરાવર્તમાં અનંત તેજસ્ પુદ્ગલ પરાવર્ત જાય. ૪. એક શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તમાં અનંત ઔદારિક પુદ્ગલ પરાવર્ત જાય. ૫. એક મનઃપુદ્ગલ પરાવર્તમાં અનંત શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત જાય. ૬. એક વચન પુદ્ગલ પરાવર્તમાં અનંત મનઃ પુદ્ગલ પરાવર્ત જાય. ૭. એક વૈક્રિય પુદ્ગલ પરાવર્તમાં અનંત વચન પુદ્ગલ પરાવર્ત જાય.
ઇતિ પુદ્ગલ મધ્ય પુદ્ગલ પરાવર્ત દ્વાર. ૯. પુદ્ગલ પરાવર્ત કર્યા તેને અલ્પ બહુ – • ૧. સર્વ જીવે, સર્વથી થોડા વૈક્રિય પુદગલ પરાવર્ત કર્યા, ૨. તેથી વચન પુદ્ગલ પરાવર્ત અનંતગુણ અધિક કર્યા, ૩. તેથી મનઃપુદ્ગલ પરાવર્ત અનંતગુણ અધિક કર્યા, ૪. તેથી શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત અનંત ગુણ અધિક કર્યા, ૫. તેથી ઔદારિક પુદ્ગલ પરાવર્ત અનંતગુણ અધિક કર્યા, ૬. તેથી તૈજસ્ પુદ્ગલ પરાવર્ત અનંત ગુણ અધિક કર્યા, ૭. તેથી કાર્પણ પુદ્ગલ પરાવર્ત અનંતગુણ અધિક કર્યા.
ઇતિ પુદ્ગલ કરણ અલ્પ બહુત્વ. ઇતિ પુદ્ગલ પરાવર્ત સંપૂર્ણ.