________________
શ્રોતા અધિકાર
(૧૯) શ્રોતા અધિકારી શ્રોતા અધિકારી શ્રી નંદિસૂત્રમાં છે તે નીચે મુજબ ;
ગાથા
સેલ ઘણ, | માલણી, પરિપુણગ, હંસ
- ૧૦ મહિસ, એસે થ; મસગ જલ્ગ, બિરાલી, ૧૧ ૧૨ ૧૩ ૧૪ જાહગ, ગો, ભેરી, આભીરી સા.૧
ચૌદ પ્રકારના શ્રોત છે, તેમાં પ્રથમ સેલ ઘણ તે પત્થર ઉપર જેમ મેઘ વરસે પણ પત્થર પાણીથી ભીંજાય નહિ, તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિક સાંભળે પણ સમ્યક જ્ઞાન પામે નહિ, બુદ્ધ થાય નહિ.
દેત - કુશિષ્ય રૂપી પત્થર, સદ્ગરરૂપી મેઘ, અને બોધ રૂપી પાણી. મુંગશેલીઆ તથા પુષ્પરાવર્ત મેઘનું દāત : જેમ પુષ્કરાવર્ત મેઘથી મુંગશેલીઓ પલળ્યો નહિ તેમ એકેક કુશિષ્ય મહાન સંવેગાદિક ગુણયુક્ત આચાર્યના પ્રતિબોધ્યા પણ સમજે નહિ, વૈરાગ્ય રંગ પામે નહિ. માટે તે શ્રોતા છાંડવા યોગ્ય છે. એ અવિનીતનો દચંત જાણવો.
જેમ કાળી ભૂમિને વિષે મેઘ વરસે તો તે ઘણી ભીંજે તથા પાણી પણ રાખે, તથા ગોધૂમાદિક (ઘઉં પ્રમુખ)ની ઘણી નિષ્પત્તિ કરે તેમ વિનિત સુશિષ્ય પણ ગુરૂની ઉપદેશરૂપ વાણી સાંભળી હદયમાં ધારી રાખે વૈરાગ્યે કરી ભીંજાય, અને અનેક બીજા