________________
અથ શ્રી મહોટો બાસઠીઓ
૨૯૭ પંચેન્દ્રિય ૨, સંજ્ઞીપંચેંદ્રિય ૩, એ ૩ ના અપર્યાપ્ત ને પર્યાપ્તા ગુણઠાણા ૧૨ પ્રથમ, જોગ ૧૪ કામણનો વર્જીને, ઉપયોગ ૧૦ કેવળનાં ૨ વર્ષી; લેશ્યા ૬.
૨ અચક્ષુદર્શનીમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૨, જોગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૬.
૩ અવધિદર્શનીમાં, જીવના ભેદ ૨, ગુણઠાણા ૧૨, જોગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૬. - ૪ કેવળદર્શનીમાં જીવનો ભેદ ૧, ગુણઠાણા ૨, તેરમું, ચૌદમું, જોગ ૭, ઉપયોગ ૨, વેશ્યા ૧.
એનો અલ્પબદુત્વ, સર્વથી થોડા અવધિદર્શની ૧, તેથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા ૨, તેથી કેવળદર્શની અનંતગુણા ૩, તેથી અચક્ષુદર્શની અનંતગુણા ૪.
૧૨ સંજયદ્વાર. ૧ સંજતિમાં જીવનો ભેદ ૧. સંજ્ઞીનો પર્યાપ્તો, ગુણઠાણા ૯, છઠ્ઠાથી તે ૧૪ મા સુધી, જોગ ૧૫, ઉપયોગ ૯, ૩ અજ્ઞાન વર્જીને, વેશ્યા ૬.
૩ સામાયિક ૧, છેદોપસ્થાપનીય ૨, એ બે ચારિત્રમાં, જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાપ્તો, ગુણઠાણા ૪, છઠ્ઠાથી ૯મા સુધી, જોગ ૧૪, કાર્મણનો વર્જીને, ઉપયોગ ૭; ૪ જ્ઞાન ને ૩ દર્શન, વેશ્યા ૬.
૪ પરિહારવિશુદ્ધ ચારિત્રમાં, જીવનો ભેદ ૧. ગુણઠાણા ૨. છઠ્ઠ ને સાતમું, જોગ ૯, ૪ મનના, ૪ વચનના, ને ૧ ઔદારિકનો, ઉપયોગ ૭, વેશ્યા ૩ ઉપલી.
૫ સૂક્ષ્મસંપરાય ચારિત્રમાં, જીવનો ભેદ ૧. ગુણઠાણું ૧ દશમું, જોગ ૯, ઉપયોગ ૭, (લબ્ધિ અપેક્ષાએ તથા ફક્ત સાકાર ઉપયોગ હોવાથી ઉપોયગ ૪) લેશ્યા ૧ શુકલ.