________________
પાંચ શરીર
૨૭૭ સંસ્થાન, ૨ ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, ૩ સાદિ સંસ્થાન, ૪ વામન સંસ્થાન, ૫ કુન્જ સંસ્થાન, ૬ હુંડ સંસ્થાન.
૨ વૈક્રિયમાં ભવ પ્રત્યયિકમાં દેવને સમચતુરસ્ત્ર સંસ્થાન ને નારકીને હુંડ સંસ્થાન, લબ્ધિ પ્રત્યયિકમાં મનુષ્ય, તિર્યંચમાં સમચતુરંત્ર સંસ્થાન ને નાના પ્રકારનું. વાયુમાં હુંડ સંસ્થાન.
૩ આહારકમાં એક સમચતુરસ્ત્ર સંસ્થાન. ૪-૫ તેજસ ને કામણમાં છ સંસ્થાન.
૪ સ્વામી દ્વાર. ૧ ઔદારિક શરીરના સ્વામી મનુષ્ય ને તિર્યંચ છે. ૨ વૈક્રિય શરીરના સ્વામી ચારે ગતિના જીવ છે. ૩ આહારક શરીરના સ્વામી ચૌદ પૂર્વધારી સાધુ છે. ૪-૫ તેજસ-કાશ્મણ શરીરના સર્વ સંસારી જીવ છે.
૫ અવગાહના દ્વાર. ૧ ઔદારિક શરીરની અવગાહના જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ હજાર યોજન ઝાઝેરી.
૨ વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય. ઉત્તર વૈક્રિય કરે તો જઘન્ય આંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ લાખ યોજન અધિક. બાદર વાયુકાયનાં પર્યાપ્તાને જ. ઉ. આંગુલનો અસંખ્યાતમો ભાગ.
૩ આહારક શરીરની અવગાહના જઘન્ય હાથ ન્યૂન, ઉત્કૃષ્ટ એક હાથ.
૪-૫ તેજસુ-કાશ્મણ શરીરની અવગાહના જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ચૌદ રાજલોક પ્રમાણે.
૬ પુદ્ગલચયન (આહાર કેટલી દિશાનો લે) દ્વાર.