________________
૨૭૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૧ નામ દ્વાર. ૧ ઔદારેક શરીર, ૨ વૈક્રિય શરીર, ૩ આહારક શરીર, ૪ તેજસ શરીર, ૫ કાર્પણ શરીર.
૨ અર્થ દ્વાર. ૧ ઉદાર તે સર્વ શરીરથી પ્રધાન, તીર્થંકર, ગણધર આદિ પુરૂષોને મુક્તિપદ મેળવવામાં સહાય કરે છે. ને ઉદાર કહેતાં સહસ્ત્ર યોજનમાન શરીર, તેથી તેને ઔદારિક શરીર કહીએ.
૨ વૈક્રિય તે રૂપ પરાવર્તન કરવાની શક્તિ. તથા એક, અનેક, નાના, મોટા, ખેચર, ભૂચર, દશ્ય, અદશ્ય, આદિ વિવિધ રૂપ, વિવિધ ક્રિયાથી બનાવે તેને વૈક્રિય શરીર કહીએ. તે વૈક્રિય શરીર. બે પ્રકારે છેઃ '
૧ ભવ પ્રત્યયિક-તે, દેવ, નારકીને સ્વાભાવિક જ હોય. ૨ લબ્ધિ પ્રત્યયિક-તે, મનુષ્ય, તિર્યંચને પ્રયત્નથી હોય.
આહારક - તે ચૌદ પૂર્વઘર મહાત્માને તપશ્ચર્યાદિક યોગે કરી લબ્ધિ ઉપજે, તે તીર્થંકર દેવાધિદેવની દ્ધિ દેખવા, મનની અંદર ઉત્પન્ન થયેલ સંશયને ટાળવા, જીવદયા માટે, તથા ૧૪ પૂર્વનું અધૂરું જ્ઞાન પૂર્ણ કરવા માટે. ઉત્તમ પુદ્ગલનો આહાર લઈને જઘન્ય હાથ ન્યુનું, ઉત્કૃષ્ટ ૧ હાથનું સ્ફટીક સમાન સફેદ કોઈ ન દેખે તેવું શરીર બનાવે, તેથી તેને આહારક શરીર કહીએ.
૪ તેજસ્તે તેજના પુદ્ગલથી અદેશ્ય ભૂક્ત આહારને પચાવે તથા લબ્ધિવંત તેજો વેશ્યા મૂકે તેને તેજસ શરીર કહીએ.
૫ કાર્મણ-તે કર્મના પુદ્ગલથી નીપજ્યું, જેના ઉદયથી જીવ પુદ્ગલ ગ્રહીને તે કર્માદિ રૂપપણે પરિણમાવે તથા આહારને ખેંચે તેથી તેને કામણ શરીર કહીએ.
૩ સંસ્થાન દ્વાર. ૧ ઔદારિક શરીરમાં સંસ્થાન ૬ - ૧ સમચતુરસ્ત્ર