________________
પાંચ શરીર
૨૭૫ એકેંદ્રિય રત્ન, સાત પંચેંદ્રિય રત્ન એ ૧૪, ૧૫ ચક્રવર્તિ, ૧૬ વાસુદેવ, ૧૭ માંડલિક, એ સત્તર.
૫૧ વિભંગ જ્ઞાનમાં ૯ પદવી લાભે તે સાત પંચેંદ્રિય રત્નમાંથી સ્ત્રી રત્ન વિના ૬, ૭ ચક્રવર્તિ, ૮ વાસુદેવ, ૯ માંડલિક એ નવ.
પર ચક્ષુદર્શનમાં ૧૫ પદવી લાભે, તે નવ ઉત્તમ પદવીમાંથી કેવળી વિના ૮ કે ૭ પંચેંદ્રિય રત્ન એ પંદર. *
પ૩ અચક્ષુદર્શનમાં ૨૨ પદવી લાભે તેમાં કેવળી નહિ.
૫૪ અવધિ દર્શનમાં ૧૪ પદવી લાભે, તે નવ ઉત્તમ પદવીમાંથી કેવળી વિના ૮ ને સાત પંચેંદ્રિય રત્નમાંથી સ્ત્રી રત્ન વિના ૬, એ ચૌદ.
૫૫ નપુંસક લિંગમાં ૫ પદવી લાભે, તે ૧ કેવળી, ૨ સાધુ, ૩ શ્રાવક, ૪ સમકિત, ૫ માંડલિક, એ પાંચ.
ઇતિ સેવિશ પદવી સંપૂર્ણ
(૧૪) પાંચ શરીર | શ્રી પ્રજ્ઞાપના સૂત્રના ૨૧મા પદમાં પાંચ શરીરનો અધિકાર
સોળદ્વાર. ૧ નામ દ્વાર, ૨ અર્થ દ્વાર, ૩ સંસ્થાન દ્વાર, ૪ સ્વામી દ્વાર, ૫ અવગાહના દ્વાર, ૬ પુદ્ગલ ચયન દ્વાર, ૭ સંયોજન દ્વાર, ૮ દ્રવ્યાર્થક દ્વાર, ૯ પ્રદેશાર્થક દ્વાર, ૧૦ દ્રવ્યાર્થક પ્રદેશાર્થક દ્વાર, ૧૧ સૂક્ષ્મ દ્વાર, ૧૨ અવગાહના અલ્પબદુત્વ દ્વાર, ૧૩ પ્રયોજન દ્વાર, ૧૪ વિષય દ્વાર, ૧૫ સ્થિતિ દ્વાર, ૧૬ અંતર દ્વાર.