________________
૨૭૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૩૯ ત્રણ વિકલેંદ્રિયમાં ૧ પદવી લાભે તે સમકિત.
૪૦ પંચેંદ્રિયમાં ૧૫ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્ન ને કેવળી એ આઠ વિના.
૪૧ અનિંદ્રિયમાં ૪ પદવી લાભે તે ૧ તીર્થંકર, ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમકિત એ ચાર.
૪૨ સંયતિમાં ૪ પદવી લાભે, તે અર્નિંદ્રિય પ્રમાણે.
૪૩ અસંયતિમાં ૨૦ પદવી લાભે, તે ૧ કેવળી, ૨ સાધુ ૩ શ્રાવક, એ ત્રણ વિના.
૪૪ સંયતાસંયતિમાં ૧૦ પદવી લાભે, તે સાત પંચેંદ્રિય રત્નમાંથી સ્ત્રી રત્ન વગર ૬, ૭ બળદેવ ૮ શ્રાવક, ૯ સમકિત, ૧૦ માંડલિક એ દશ.
૪૫ સમકિત દૃષ્ટિમાં ૧૫ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્ન ને સ્ત્રી રત્ન વિના.
૪૬ મિથ્યા દૃષ્ટિમાં ૧૭ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્ન, સાત પંચેંદ્રિય રત્ન એ ૧૪, ૧૫ ચક્રવર્તી, ૧૬ વાસુદેવ, ૧૭ માંડલિક એ સત્તર.
૪૭ મતિ, શ્રુત ને અવિધ જ્ઞાનમાં ૧૪ પદવી લાભે, તે નવ ઉત્તમ પદવીમાંથી કેવળી વિના ૮, સાત પંચેંદ્રિય રત્નમાંથી સ્ત્રી વિના ૬, એ ચૌદ.
૪૮ મન:પર્યવ જ્ઞાનમાં ૩ પદવી લાભે, તે ૧ તીર્થંકર ૨ સાધુ ૩ સમકિત એ ત્રણ.
૪૯ કેવળ જ્ઞાન, કેવળ દર્શનમાં ૪ પદવી લાભે, તે ૧ તીર્થંકર, ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમકિત એ ચાર.
૫૦ મતિ, શ્રુત અજ્ઞાનમાં ૧૭ પદવી લાભે, તે સાત