SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૯ વાસુદેવ ૧૦ સમકિત દષ્ટિ, ૧૧ માંડલિક રાજા એ અગીયાર. ૨ પાંચમી, છઠ્ઠી નરકમાં નવ પદવીનો જાય તે સાત પંચેંદ્રિય રત્નમાંની ગજ અને અશ્વ એ બે વિના શેષ ૫, ૬ ચક્રવર્તિ, ૭ વાસુદેવ, ૮ સમકિતી, ૯ માંડલિક રાજા એ નવ. ૩ સાતમી નરકમાં સાત પદવીનો જય, તે સાત પંચેંદ્રિય રત્નમાંથી ગજ, અશ્વ, સ્ત્રી એ ત્રિણ વિના શેષ ૪, ૫ ચક્રવર્તિ, ૬ વાસુદેવ, ૭ માંડલિક રાજા એ સાત. - ૪ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, ને પહેલાથી આઠમા દેવલોકમાં દશ પદવીનો જાય, તે સાત પંચેંદ્રિય રત્નમાંથી સ્ત્રી વિના શેષ ૬, ૭ સાધુ, ૮ શ્રાવક, ૯ સમકિતી ૧૦ માંડલિક રાજા એ દશ. - ૫ નવમાંથી બારમા દેવલોક સુધીમાં આઠ પદવીનો જાય, તે સાત પંચેંદ્રિય રત્નમાંથી સ્ત્રી, ગજ, અશ્વ એ ત્રણ વિના શેષ, ૪, ૫ સાધુ, ૬ શ્રાવક, ૭ સમકિતી, ૮ માંડલિક રાજા એ આઠ. ૬ નવ રૈવેયકમાં બે પદવીનો જય, તે સાધુ અને સમકિતી. ૭ પાંચ અનુત્તર વિમાનમાં બે પદવીનો જાય, તે સાધુ ને સમકિતી એ બે. ૮ પાંચ સ્થાવરમાં ચૌદ પદવીનો જાય તે સાત એકેંદ્રિય રત્ન ને સાત પંચેંદ્રિય રત્નમાંથી સ્ત્રી વિના શેષ, ૬ એ ૧૩ ને માંડલિક રાજ એ ચૌદ. ૯ ત્રણ વિકસેંદ્રિય, તિર્યંચ, મનુષ્ય એટલામાં પંદર પદવીનો જય, તે ઉપરની શૈદ ને 9 સમદષ્ટિ. એ પંદર.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy