________________
ત્રેવિશ પદવી
૨૬૯
૮ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષીથી નીકળી જીવ એકવીશ પદવી પામે, તે તીર્થંકર, વાસુદેવ એ બે નહિ.
૯ પહેલા, બીજા દેવલોકથી નીકળી જીવ ત્રેવીશ પદવી
પામે.
૧૦ ત્રીજાથી આઠમા સુધીના દેવલોકથી નીકળી જીવ સોળ પદવી પામે, તેમાં સાત એકેંદ્રિય રત્ન નહિ.
૧૧ નવમા દેવલોકથી તે નવમી ત્રૈવેયક સુધી નીકળી જીવ ચૌદ પદવી પામે, તે સાત એકેંદ્રિય રત્ન, ગજ ને અશ્વ એ નવ નહિ.
૧૨ પાંચ અનુત્તર વિમાનથી નીકળી જીવ આઠ પદવી પામે, તે સાત એકેંદ્રિય રત્ન, સાત પંચેંદ્રિય રત્નને વાસુદેવ એ પંદર નહિ.
૧૩ પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય, તિર્યંચ-પંચેંદ્રિયથી નીકળી જીવ ઓગણીશ પદવી પામે, તે તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ એ ચાર નહિ.
૧૪ તેજસ્, વાયુથી નીકળી જીવ નવ પદવી પામે, તે સાત એકેંદ્રિય, ગજ અને અશ્વ એ નવ પામે.
૧૫ ત્રણ વિકલેંદ્રિયથી નીકળી જીવ અઢાર પદવી પામે, તે તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, કેવળી એ પાંચ નહિ.
એ નકાદિક ગતિથી આવ્યો જીવ જેટલી પદવી પામે તે
કહ્યું.
કઈ કઈ પદવીવાળો જીવ નરકાદિ ચાર ગતિમાં જાય તે.
૧ પહેલી, બીજી, ત્રીજી, ચોથી એ ચાર નરકમાં અગીયાર પદવીનો જાય, તે ૭ પંચેંદ્રિય રત્ન, ૮ ચક્રવર્તિ,