________________
૨૬૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ એક સો આઠ આંગુલ લાંબો હોય, તેને નવાણું આંગુલની પરિધિ (ધરાવો) છે, તે જમીનથી એંશી આંગુલ ઉંચો સોળ આંગુલની જંઘા, વીશ આંગુલની ભુજા, ચાર આંગુલના ઢીંચણ, ચાર આંગુલની ખરી, ચાર આંગુલના કાન, બત્રીસ આંગુલનું મુખ છે.
એ ત્રેવિશ પદવીના નામ તથા ચક્રવર્તીના ચૌદ રત્નનું વિવેચન કહ્યું.
નરકાદિક ચાર ગતિમાંથી નીકળી જીવો ત્રેવશ પદવીમાં કેટલી ને કઈ પદવી પામે તેના પંદર બોલ.
૧ પહેલી નરકથી નીકળી જીવ ત્રેવીશ પદવી માંહેની સોળ પદવી પામે તેમાં સાત એકેંદ્રિય રત્ન નહિ.
૨ બીજી નરકથી નીકળી જીવ પંદર પદવી પામે તે સાત એકેંદ્રિય ને ચક્રવર્તી એ આઠ નહિ.
૩ ત્રીજી નરકથી નીકળી જીવ તેર પદવી પામે તે સાત એકેંદ્રિયને ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ દશ નહિ.
૪ ચોથી નરકથી નીકળી જીવ બાર પદવી પામે તે ઉપરની દશ ને તીર્થકર એ અગીયાર નહિ.
૫ પાંચમી નરકથી નીકળી જીવ અગીયાર પદવી પામે તે ઉપરની અગીયાર ને કેવળી એ બાર નહિ.
૬ છઠ્ઠી નરકથી નીકળી જીવ દશ પદવી પામે, તે ઉપરની બાર ને સાધુ એ તેર નહિ.
૭ સાતમી નરકથી નીકળી જીવ ત્રણ પદવી પામે, તે ૧ ગજ, ૨ અશ્વ, ૩ સમતિ એ ત્રણ પામે. સમકિત પામે તો તિર્યંચમાં. મનુષ્ય તો થાય જ નહિ.