________________
૨૬૭
વેવિશ પદવી
ચૌદ રત્ન કયાં જન્મ લે છે તે ૧ ચક્ર રત્ન, ૨ છત્ર રત્ન, ૩ દંડ રત્ન, ૪ ખડગુ રત્ન, એ ચાર રત્ન ચક્રવર્તીની આયુધશાળામાં ઉત્પન્ન થાય.
૧ ચર્મ રત્ન, ૨ મણિ રત્ન, ૩ કાકણ્ય રત્ન, એ ત્રણ લક્ષ્મીના ભંડારમાં ઉત્પન્ન થાય.
૧ સેનાપતિ રત્ન, ૨ ગાથાપતિ રત્ન, ૩ વાર્ષિક રત્ન, ૪ પુરોહિત રત્ન, એ ચાર ચક્રવર્તીના નગરમાં ઉત્પન્ન થાય.
૧ સ્ત્રી રત્ન વિદ્યાધરની શ્રેણીમાં ઉત્પન્ન થાય.
૧ ગજ રત્ન ને ૨ અશ્વ રત્ન એ બે વૈતાઢય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય.
ચૌદ રત્નની અવગાહનાનું પ્રમાણ ૧ ચક્ર રત્ન, ૨ છત્ર રત્ન, ૩ દંડ રત્ન એ ત્રણ રત્ન એક ધનુષ્ય પ્રમાણે હોય. ચર્મ રત્ન બે હાથનું હોય. ખડગ રત્ન પચાસ આંગુલ લાંબું, સોળ આંગુલ પહોળું, અર્ધ આંગુલ જાડું હોય ને ચાર આંગુલની મુષ્ટિ હોય. મણિ રત્ન ચાર આંગુલ લાંબુ, બે આંગુલ પહોળું ને તેને ત્રણ ખૂણા હોય. કાકણ્ય રત્ન છએ બાજુથી ચાર આંગુલ લાંબું, ચાર આંગુલ પહોળું, ચાર આંગુલ ઉંચુ, તેને છ તલ (તળીયા), આઠ ખૂણા, બાર હસ્યો, સોનીની એરણને આકારે હોય. આઠ સોનૈયા જેટલું ભારે હોય છે.
સાત પંચેંદ્રિય રત્નનું પ્રમાણ. ૧ સેનાપતિ, ૨ ગાથાપતિ, ૩ વાર્ધિક, ૪ પુરોહિત, એ ચાર રત્ન ચક્રવર્તીની અવગાહના પ્રમાણે હોય. સ્ત્રી રત્ન, ચક્રવર્તીથી ચાર આંગુલ નીચી હોય. ગજ રત્ન ચક્રવર્તીથી બમણો ઉચો હોય. અશ્વ રત્ન કાનથી પૂછ લગી