SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧ ચક્ર રત્ન, ૨ છત્ર રત્ન, ૩ ચર્મ રત્ન, ૪ દંડ રત્ન, પ ખડ્ઝ રત્ન, ૬ મણી રત્ન, ૭ કાકણ્ય રત્ન. સાત પંચેન્દ્રિય રત્નનાં નામ. ૧ સેનાપતિ રત્ન, ૨ ગાથાપતિ રત્ન, ૩ વાર્ષિક રત્ન, ૪ પુરોહિત રત્ન, ૫ સ્ત્રી રત્ન, ૬ ગજ રત્ન, ૭ અશ્વ રત્ન. એ ચૌદ રત્ન ચક્રવર્તીને હોય. એ ચૌદ રત્ન, ચક્રવર્તીનું જે જે કાર્ય કરે છે તે સંબંધી વિવેચન. પ્રથમ સાત એકેંદ્રિય રત્ન. ૧ ચક્ર રત્ન-છ ખંડ સાધવાનો માર્ગ દેખાડે, ૨ છત્ર રત્ન-અડતાલિશ ગાઉ સુધી છાયા કરે, ૩ ચર્મ રત્ન-નદી વગેરે જળાશય ઉપર નાવ માફક કામ કરે, ૪ દંડ રત્ન-ગુફાના દરવાજા ઉઘાડે, પ ખગ્ન રત્ન-શત્રુને હણે, ૬ મણિરત્ન-હસ્તિ રત્નના કપાલપર બાંધવાથી પ્રકાશ આપે ૭ કાકણ્ય રત્ન-ગુફામાં યોજન યોજનને અંતરે વર્તુલાકારે ઘસવાથી સૂર્યમંડળ સમાન પ્રકાશ આપે. સાત પંચેન્દ્રિય રત્ન. ૧ સેનાપતિ રત્ન, દેશ ઉપર વિજય મેળવે, ૨ ગાથાપતિ રત્ન, ચોવીશ જાતિના ધાન્ય નિપજાવે, ૨ વાર્ષિક રત્ન, બેંતાલીશ ભૂમિના આવાસ, પૂલ વગેરે બનાવે, ૪ પુરોહિત રત્ન, વાગ્યા ઘા રૂઝવે, વિબ ટાળે, શાન્તિ કર્મ કરે. ધર્મ કથા સંભળાવે, ૫ સ્ત્રી રત્ન, વિષયના ઉપભોગમાં આવે, ૬-૭ ગજ રત્ન ને અશ્વ રત્ન, એ બે બેસવાને કામ આવે.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy