________________
ત્રેવિશ પદવી
૨૫ ૧ દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વ રૂપી અરૂપી દ્રવ્ય જાણે દેખે. ૨ ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વ ક્ષેત્ર (લોકાલોકોની વાત જાણે
દેખે.
૩ કાળથી કેવળજ્ઞાની સર્વ કાળની ભૂત, ભવિષ્ય, વર્તમાન એ ત્રણકાળ ની વાત જાણે દેખે.
૪. ભાવથી કેવળજ્ઞાની સર્વ રૂપી અરૂપી દ્રવ્યના ભાવને સર્વ પ્રકારે જણે દેખે.
કેવળ જ્ઞાન આવરણરહિત, વિશુદ્ધ, લોકાલોક પ્રકાશક, એક જ પ્રકારે સર્વ કેવળીને હોય.
| ઇતિ કેવળ જ્ઞાન સંપૂર્ણ.
ઇતિ પાંચ જ્ઞાનનું વિવેચન સંપૂર્ણ.
(૧૩) ગ્રેવિશ પદવી. (જંબુદ્વિપ પન્નતિ વૃ. ૩. તથા પન્નવણા પદ-૧)
નવ ઉત્તમ પદવી, સાત એકેંદ્રિય રત્નની પદવી, સાત ચિંદ્રિય રત્નની પદવી.
પ્રથમ નવ ઉત્તમ પદવીનાં નામ. * ૧ તીર્થંકરની પદવી, ૨ ચક્રવર્તીની પદવી, ૩ વાસુદેવની પદવી, ૪ બલદેવની પદવી, ૫ માંડલિકની પદવી, ૬ કેવળીની પદવી, ૭ સાધુની પદવી, ૮ શ્રાવકની પદવી, ૯ સમકિતની પદવી.
સાત એકેંદ્રિય રત્નનાં નામ.