________________
૨૬૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પંચેંદ્રિય પર્યાપ્તના મનોગત ભાવ જાણે દેખે. વિપુલમતિ તે (જુમતિ)થી અઢી આંગુલ અધિક વિશેષ સ્પષ્ટ નિર્ણય સહિત જાણે દેખે.
૩ કાળથી, ઋજુમતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગની વાત જાણે દેખે; ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની અતીત અનાગત કાળની વાત જાણે દેખે. વિપુલમતિ તે (જુમતિ)થી વિશેષ સ્પષ્ટ નિર્ણય સહિત નિર્મળ જાણે દેખે.
૪ ભાવથી, ઋજુમતિ તે જઘન્ય અનંત દ્રવ્યના ભાવ (વર્ણાદિપર્યાય)ને જાણે દેખે, ઉત્કૃષ્ટ સર્વ ભાવોના અનંતમે ભાગે જાણે દેખે. વિપુલમતિ તેથી સ્પષ્ટ નિર્ણય સહિત વિશેષ અધિક જાણે દેખે. | મન પર્યવ જ્ઞાની અઢી દ્વિીપમાં રહેલાં સંજ્ઞી પંચેંદ્રિયના મનોગત ભાવને જાણે છે. અનુમાનથી જેમ ધૂમાડો દેખી અગ્નિનો નિશ્ચય થાય તેમ મનોગત ભાવથી દેખે છે,
ઈતિ મન:પર્યવ જ્ઞાન સંપૂર્ણ
કેવળ જ્ઞાનનું વર્ણન. કેવળ જ્ઞાનના બે ભેદ. ૧ ભવસ્થ કેવળ જ્ઞાન, ૨ સિદ્ધ કેવળ જ્ઞાન. ભવસ્થ કેવળ જ્ઞાનના બે ભેદ. ૧ સયોગી ભવસ્થ કેવળ જ્ઞાન. ૨ અયોગી ભવસ્થ કેવળ જ્ઞાન વગેરે. તેનો વિસ્તાર સૂત્રથી જાણવો. સિદ્ધ કેવળ જ્ઞાનના બે ભેદ. ૧ અનંતર સિદ્ધ* કેવળ જ્ઞાન. ૨ પરંપર સિદ્ધ કેવળ જ્ઞાન.* તેનો વિસ્તાર સૂત્રથી જાણવો. તે કેવળ જ્ઞાન સમુચ્ચય ચાર પ્રકારે છે. ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, ૪ ભાવથી.
*પ્રથમ સમયનાં સિદ્ધ + બીજા સમયથી અનંતા સમય સુધીના સિદ્ધ