________________
નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનું વિવેચન
૨૬૩ ૩ વર્ગણામન : મનયોગમાં પ્રવર્તાવવા માટે જે મનોદ્રવ્યની વર્ગણા (પુદ્ગલો) ગ્રહણ કરવામાં આવે છે.
૪ પર્યાયમન : મનોવર્ગણાના પુગલોને મનયોગમાં પ્રર્વતાવવું, તે પર્યાયમન. ચારે ગતિમાં રહેલા સંજ્ઞી જીવોને ચારે પ્રકારના મન હોય છે.
મન:પર્યવ જ્ઞાન કોને ઉત્પન્ન થાય તે. ૧. મનુષ્ય, ૨. સંજ્ઞી, ૩. કર્મભૂમિના, ૪. સંગાતા વર્ષનાં આયુષ્યવાળા, ૫. પર્યાપ્ત, ૬. સમદષ્ટિ, ૭. સંયતિ, ૮. અપ્રમત્ત સંયતિ, ૯. લબ્ધિવાનને જ ઉત્પન્ન થાય. અમનુષ્ય, અસંજ્ઞી, અકર્મ ભૂમિના, અસંખ્યાતા વર્ષનાં આયુષ્યવાળાને, અપર્યાપ્ત, મિથ્યાષ્ટિ, સમામિથ્યાષ્ટિ, અવ્રતી, દેશવિરતિ, પ્રમત્ત સંયતિ, અલબ્ધિવાળાને ઉત્પન્ન ન થાય.
મન:પર્યવ જ્ઞાન બે પ્રકારે છે : ૧ ઋજુમતિ મન:પર્યવ જ્ઞાન, ૨ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન. જુમતિ તે સામાન્યપણે જાણે વિપુલમતિ તે વિશેષપણે જાણે.
મન:પર્યવ જ્ઞાન સમુચ્ચય ચાર પ્રકારે છે : ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, ૪ ભાવથી,
૧ દ્રવ્યથી, જુમતિ અનંત અનંત પ્રદેશી ઢંધ જાણે દેખે તે સામાન્યથી. વિપુલમતિ તેથી અધિક સ્પષ્ટપણે નિર્ણય સહિત જાણે દેખે.
૨ ક્ષેત્રથી, જુમતિ જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ નીચે રત્નપ્રભા ના પ્રથમ કાંડનો ઉપરનો નાનો પ્રત્તર તેના હેઠલા તળ સુધી, એટલે સમભૂતળ પૃથ્વીથી ૧000 યોજન નીચે દેખે. ઉર્ધ્વ જ્યોતિષીના ઉપરના તળ સુધી દેખે, એટલે સમભૂતળથી ૯00 યોજન ઉંચું દેખે. ત્રિછું દેખે તો મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વીપ તથા બે સમુદ્રને વિષે સંશી