________________
૨૫૮
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ કાલથી પક્ષમાં ન્યૂનની વાત જાણે દેખે.
૧૦ ક્ષેત્રથી ભરત ક્ષેત્ર પ્રમાણે ક્ષેત્રના ભાવ જાણે દેખે, તે કાલથી પક્ષ (અર્ધ માસ) પૂર્ણની વાત જાણે દેખે.
૧૧ ક્ષેત્રથી જંબુદ્વીપ પ્રમાણ ક્ષેત્રની વાત જાણે દેખે, તે કાલથી માસ એક ઝાઝેરાની વાત જાણે દેખે.
૧૨ ક્ષેત્રથી અઢી દ્વીપની વાત જાણે દેખે, તે કાલથી એક વર્ષની વાત જાણે દેખે.
૧૩ ક્ષેત્રથી પંદરમા રૂચક દ્વીપ સુધી જાણે દેખે, તે કાલથી પૃથફ વર્ષની વાત જાણે દેખે.
૧૪ ક્ષેત્રથી સંખ્યાતા દ્વીપ સમુદ્રની વાત જાણે દેખે, તે કાલથી સંખ્યાતા કાલની વાત જાણે દેખે.
૧૫. ક્ષેત્રથી સંખ્યાતા તથા અસંખ્યાતા દ્વીપ સમુદ્રની વાત જાણે દેખે, તે કાલથી અસંખ્યાતા કાલની વાત જાણે દેખે. એ પ્રમાણે ઉર્ધ્વલોક, અધોલોક, તિર્યક્લોક એ ત્રણે લોકમાં વધતાં વર્ધમાન પરિણામે અલોકમાં અસંખ્યાતા લોક પ્રમાણે ખંડો જાણવાની શક્તિ પ્રકટ થાય. એ વર્તમાનક અવધિજ્ઞાન.
૪. હિયમાનક અવધિ જ્ઞાન, તે અપ્રશસ્ત લશ્યાના પરિણામે કરી અશુભ ધ્યાને કરી અવિશુધ્ધ ચારિત્રના પરિણામથી (ચારિત્રના મલિનપણાથી) વર્ધમાનક અવધિ જ્ઞાનની હાનિ થાય થોડે થોડે ઘટતું જય-તેને હિયમાનક અવધિ જ્ઞાન કહીએ. એ હિયમાનક અવધિ જ્ઞાન.
૫ પ્રતિપાતિ અવધિજ્ઞાન-જે અવધિજ્ઞાન પ્રાપ્ત થયું તે એક વખતે જ નાશ પામે તે જઘન્ય ૧ આંગુલનો અસંખ્યાતમો ભાગ. ૨ આંગુલનો સંખ્યાતમો ભાગ. ૩ વાલાઝ. ૪ પૃથફ વાલા.... ૫ લિંખ, ૬ પૃથફ લિંખ. ૭ ટૂંકા (જૂ) ૮ પૃથક જૂ. ૯ જવ. ૧૦ પૃથફ જવ. ૧૧ આંગુલ. ૧૨- પૃથક આંગુલ. ૧૩ પગ ૧૪ પૃથક પગ. ૧૫ વહેંત. ૧૬ પૃથફ વહેંત ૧૭ હાથ. ૧૮ પૃથફ હાથ. ૧૯ કુક્ષિ