________________
નિંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનું વિવેચન
૨૫૭ સ્કંધોના પર્યવ, વાવ, અનંત પ્રદેશી ઢંધોના પર્યવ, અપહરતા અનંત અનંત કાલચક્ર જાય, તો પણ પૂર્ણ થાય નહિ (ખૂટે નહીં) એવો દ્રવ્યથી ભાવ સૂક્ષ્મ છે. ૪. ૧ કાલને ચણાની ઉપમા. ૨ ક્ષેત્રને જારની ઉપમા. ૩ દ્રવ્યને તલની ઉપમા. ૪ ભાવને ખસખસની ઉપમા સમજવાને આપી છે.
પૂર્વે ચાર પ્રકારની વૃદ્ધિની રીત કહી તેમાં ક્ષેત્રથી અને કાલથી કેવી રીતે વર્ધમાન જ્ઞાન થાય તે કહે છે.
૧ ક્ષેત્રથી આંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે દેખે, તે કાલથી આવલિકાના અસંખ્યાતમા ભાગની વાત અતીત અનાગત જાણે દેખે.
૨. ક્ષેત્રથી આંગુલનો સંખ્યાતમો ભાગ જાણે દેખે. તે કાલથી આવલિકાના સંખ્યાતમા ભાગની વાત અતીત અનાગત. જાણે દેખે.
૩ ક્ષેત્રથી એક આંગુલ માત્ર ક્ષેત્ર જાણે દેખે, તે કાલથી આવલિકામાં કાંઈક ન્યૂન જાણે દેખે.
૪ ક્ષેત્રથી પૃથક (બેથી નવ સુધી)આંગુલની વાત જાણે દેખે. તે કાલથી આવલિકા સંપૂર્ણ કાલની વાત અતીત અનાગત જાણે દેખે.
૫ ક્ષેત્રથી એક હાથ પ્રમાણે જાણે દેખે, તે કાલથી અંતર્મુહૂર્ત (મુહુર્તમાં ન્યૂન) કાલની વાત અતીત અનાગત જાણે દેખે.
૬ ક્ષેત્રથી ધનુષ્ય પ્રમાણે ક્ષેત્ર જાણે દેખે, તે કાલથી પ્રત્યેક મુહુર્તની વાત જાણે દેખે.
૭ ક્ષેત્રથી ગાઉ પ્રમાણ ક્ષેત્ર જાણે દેખે, તે કાલથી એક દિવસમાં કાંઈક ન્યૂન વાત જાણે દેખે.
૮ ક્ષેત્રથી એક યોજન પ્રમાણ ક્ષેત્ર જાણે દેખે. તે કાલથી પ્રત્યેક દિવસની વાત જાણે દેખે.
૯ ક્ષેત્રથી પચીશ યોજના ક્ષેત્રના ભાવ જાણે દેખે, તે બ્રુ-૧૭