________________
૨૫૬
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
શરીર, ને વજૠષભનારાચ સંહનનવાળો ઓગણપચાશ પાનની બીડી લઈને તે ઉપર સારા લોહની સુઈ હોય તેણે કરીને વિંધે; એ વિંધતાં એક પાનથી બીજા પાનમાં સૂઈ પહોંચતા અસંખ્યાતા સમય થઈ જાય છે, એવો કાલ સૂક્ષ્મ છે. ૧. તેથી ક્ષેત્ર અસંખ્યાતા ગણુ સૂક્ષ્મ છે. જેમ એક આંગુલ પ્રમાણે ક્ષેત્રમાં અસંખ્યાતી શ્રેણી છે. એકેકી શ્રેણીમાં અસંખ્યાતા આકાશ પ્રદેશ છે. સમય સમય પ્રતિ એકેક આકાશ પ્રદેશ જો અપહરાય તો તેટલામાં અસંખ્યાતા કાલચક્ર વહી જાય, તો એક શ્રેણી પૂરી થાય નહીં એવું ક્ષેત્ર સૂક્ષ્મ છે. ૨ તેથી દ્રવ્ય અનંતગુણ સૂક્ષ્મ છે. એક આંગુલ પ્રમાણે ક્ષેત્રમાં અસંખ્યાત શ્રેણી લઈએ. આંશુલ પ્રમાણે લાંબી ને એક પ્રદેશ પ્રમાણે પહોળી તેમાં અસંખ્યાત આકાશ પ્રદેશ છે એકેક આકાશ પ્રદેશ ઉપર અનંત પરમાણુઓ તથા દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી, યાવત અનંત પ્રદેશી, સ્કંધ પ્રમુખ દ્રવ્યો છે. તે દ્રવ્યમાંથી સમય સમય પ્રતિ એકેક દ્રવ્ય અપહરતા અનંત કાલચક્ર થાય, તોપણ ખૂટે નહીં, એવું દ્રવ્ય, ક્ષેત્રથી સૂક્ષ્મ છે. ૩ દ્રવ્યથી ભાવ અનંતગુણ સૂક્ષ્મ છે. પૂર્વોક્ત શ્રેણીમાં જે દ્રવ્યો કહ્યાં છે તે દ્રવ્યોમાં એકેક દ્રવ્યમાં અનંત પર્યવ (ભાવ) છે. તે જેમ એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ, બે સ્પર્શ છે. તેમાં એક વર્ણમાં અનંત પર્યવ છે. તે એકગુણ કાળો, દ્વિગુણ કાળો, ત્રિગુણ કાળો યાવત્ અનંતગુણ કાળો છે. એમ પાંચે બોલમાં અનંત પર્યવ છે. એમ પાંચે વર્ણમાં, બે ગંધમાં, પાંચ રસમાં ને આઠ સ્પર્શમાં અનંત પર્યવ છે. દ્વિપ્રદેશી કંધમાં, ૨ વર્ણ, ૨ ગંધ, ૨ રસ, ૪ સ્પર્શ છે. એ દશ ભેદમાં પણ પૂર્વોક્ત રીતિએ અનંત પર્યવ છે. એમ સર્વ દ્રવ્યમાં પર્યવની ભાવના કરવી. એમ સર્વ દ્રવ્યના પર્યવ એકઠા કરીએ પછી સમય સમય પ્રતિ એકેક પર્યવને અપહરતાં અનંત કાળચક્ર (ઉત્સર્પિણી-અવસર્પિણી) થાય ત્યારે પરમાણુ દ્રવ્યના પર્યવ પૂરા થાય એમ દ્વિપ્રદેશી કંધોના પર્યવ, ત્રિપ્રદેશી