________________
નિ કર્યું હોય તેનું ભાજન ના જાણે દેશના અસંખ
નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનું વિવેચન
૨૫૫ ૨ અનાનુગામિક અવધિજ્ઞાન - તે જે સ્થાનમાં અવધિ જ્ઞાન ઉપજ્યું હોય તે સ્થાને રહીને જાણે દેખે. અન્યત્ર તે પુરૂષ જાય તો ન જાણે દેખે. તે ચારે દિશાએ સંખ્યાતા અસંખ્યાતા યોજન સંલગ્ન તથા અસંલગ્નપણે જાણે દેખે. જેમ કોઈ પુરૂષ દીવી પ્રમુખ અગ્નિનું ભાજન તથા મણિ પ્રમુખ કોઈ પણ સ્થાન પ્રતિ મૂકયું હોય તે સ્થાન પ્રતિ ચૌતરફ દેખે પણ અન્યત્ર ન દેખે તેમ અનાનુગામિક અવધિજ્ઞાન જાણવું.
૩ વર્તમાનક અવધિજ્ઞાન - તે પ્રશસ્ત લેશ્યાના અધ્યવસાય કરી, તથા વિશુદ્ધ ચારિત્રના પરિણામે કરી, સર્વ પ્રકારે અવધિ જ્ઞાનની વૃદ્ધિ થાય તેને વર્ધમાનક અવધિજ્ઞાન કહિયે તે જઘન્યથી, સૂક્ષ્મ નિગોદિઆ જીવે ત્રણ સમય ઉત્પન્ન થયામાં શરીરની જે અવગાહના બાંધી હોય એટલું ક્ષેત્ર જાણે, ઉત્કૃષ્ટથી સર્વ અગ્નિના જીવ, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત એ ચાર જાતિના તે પણ જે સમયે ઉત્કૃષ્ટ હોય તે અગ્નિના જીવ, એકેક આકાશ પ્રદેશે અંતર રહિત મુકતાં જેટલા અલોકમાં લોક જેવડાં અસંખ્યાતા ખંડ (ભાગ વિકલ્પ) ભરાય તેટલું ક્ષેત્ર સર્વ દિશી વિદિશીએ દેખે. અવધિજ્ઞાન રૂપી પદાર્થ દેખે એ રહસ્ય છે. મધ્યમ અનેક ભેદે છે તે કહે છે. વૃદ્ધિ ચાર પ્રકારે થાય. ૧. દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાલથી, ૪ ભાવથી. તે આ પ્રમાણે :
૧ કાલથી જાણપણું વધે ત્યારે શેષ ૩ બોલનું જાણપણું વધે.
૨ ક્ષેત્રથી જાણપણું વધે ત્યારે કાલની ભજના તથા દ્રવ્ય, ભાવના જાણપણાની વૃદ્ધિ થાય.
૩ દ્રવ્યથી જાણપણું વધે ત્યારે, કાલની તથા ક્ષેત્રની ભજના, ભાવની વૃદ્ધિ.
૪ ભાવથી જાણપણું વધે. ત્યારે શેષ ત્રણ બોલની ભજના.
તે વિસ્તારથી સમજાવે છે ઃ સર્વ વસ્તુમાં કાલનું જાણપણું સૂક્ષ્મ છે. જેમ કોઈ ચોથા આરાનો જન્મો, નિરોગી બલિષ્ટ