________________
નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનુ વિવેચન
૨૫૯
(બે હાથ) ૧૦ પૃથક્ કુક્ષિ, ૨૧ ધનુષ્ય. ૨૨ પૃથક્ ધનુષ્ય. ૨૩ ગાઉ. ૨૪ પૃથક્ ગાઉ ૨૫ યોજન. ૨૬ પૃથક્ યોજન. ૨૭ સો યોજન ૨૮ પૃથક્ સો યોજન. ૨૯ સહસ્ત્ર યોજન. ૩૦ પૃથક્ સહસ્ત્ર યોજન. ૩૧ લક્ષ યોજન. ૩૨ પૃથક્ લક્ષ યોજન. ૩૩ ક્રોડ યોજન. ૩૪ પૃથક્ ક્રોડ યોજન. ૩૫ ક્રોડા ક્રોડ યોજન ૩૬ પૃથક ક્રોડાક્રોડ યોજન એ પ્રમાણે ક્ષેત્ર અવધિજ્ઞાનથી જુએ, પછી નાશ પામે. ઉત્કૃષ્ટ લોક પ્રમાણક્ષેત્ર જુએ, પછી નાશ પામે. દીવો જેમ પવનને યોગે કરી હોલવાઈ જાય તેમ. એ પ્રતિપાતિ અવધિજ્ઞાન.
૬ અપ્રતિપાતિ (અપડિવાઈ) અવધિ જ્ઞાન-તે આવ્યું જાય નહિ. તે સંપૂર્ણ ચૌદ રાજલોક જાણે દેખે, ને અલોકમાં એક આકાશ પ્રદેશ માત્ર ક્ષેત્રની વાત જાણે દેખે તોપણ પડે નહિ. એમ બે પ્રદેશ તથા ત્રણ પ્રદેશ, યાવત્ લોક પ્રમાણ અસંખ્યાત ખંડ જાણવાની શક્તિ થાય, (શકિત છે પણ અલોકમાં ખંડ-રૂપી પદાર્થ નથી તેથી દેખતા નથી.) તેને અપ્રતિપાતિ અવધિ જ્ઞાન કહીએ. અલોકમાં રૂપી પદાર્થ નથી. જો ત્યાં રૂપી પદાર્થ હોત તો દેખત, એટલે એટલી જાણવાની શક્તિ છે. એ જ્ઞાન તીર્થંકર પ્રમુખને બાળપણેથી જ હોય. કેવળ જ્ઞાન પામ્યા પછી એ ઉપયોગ ન હોય. એ છ ભેદ અવિધ જ્ઞાનના કહ્યા.
સમુચ્ચય અવિધ જ્ઞાનના ચાર પ્રકાર છે. ૧ દ્રવ્યથી અધિ જ્ઞાની જઘન્ય અનંત રૂપી દ્રવ્ય જાણે દેખે. ઉત્કૃષ્ટ સર્વ રૂપી દ્રવ્ય જાણે દેખે. ૨ ક્ષેત્રથી અવિધ જ્ઞાની જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ ક્ષેત્રથી જાણે દેખે, ઉત્કૃષ્ટ લોક જેવડા અસંખ્યાત ખંડો અલોકમાં દેખે. ૩ કાળથી અવિધ જ્ઞાની જઘન્ય આવલિકાના અસંખ્યાતમા ભાગની વાત જાણે દેખે. ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી, અતીત અનાગત કાલની વાત જાણે દેખે. ૪ ભાવથી જઘન્ય અનંત ભાવને જાણે દેખે ઉત્કૃષ્ટ સર્વ ભાવના અનંતમા ભાગને જાણે દેખે (વર્ણાદિક પર્યાયને).