________________
૨૪૬
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ચક્ષુઈદ્રિય અર્થાવગ્રહ - તે ચક્ષુએ કરી રૂપના અર્થને રહે.
ધ્રાણેદ્રિય અર્થાવગ્રહ - તે નાશિકાએ કરી ગંધના અર્થને રહે.
રસેંદ્રિય અર્થાવગ્રહ – તે જીવાએ કરી રસના અર્થને ગ્રહે. સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ - તે શરીરે કરી સ્પર્શના અર્થને ગ્રહે. નોઈદ્રિય અર્થાવગ્રહ – તે મનદ્વારા દરેક પદાર્થના અર્થને
રહે.
વ્યંજનાવગ્રહના ચાર ભેદ અને અર્થાવગ્રહના છ ભેદ મળી અવગ્રહના એ દશ ભેદ છે. અવગ્રહ કરી સામાન્ય પ્રકારે અર્થને ગ્રહે, પણ જાણે નહિ, જે એ કોનો શબ્દ વા ગંધ પ્રમુખ છે પછી ત્યાંથી ઈહા મતિજ્ઞાનમાં પ્રવેશ કરે. ઈહા તે વિચારે, જે અમુકનો શબ્દ વા ગંધ પ્રમુખ છે, પણ નિશ્ચય થાય નહીં, પછી અવાય મતિજ્ઞાન માં પ્રવેશ કરે. અવાય તે નિશ્ચય કરવો, જે એ અમુકનો જ શબ્દ વા ગંધ પ્રમુખ છે. પછી ધારણા મતિજ્ઞાનમાં પ્રવેશ કરે. ધારણા તે ધારી રાખે, જે અમુક શબ્દ વા ગંધ પ્રમુખ આ પ્રકારે હતો.
એમ ઇહાના છ ભેદ. શ્રોતેંદ્રિય ઈહા, યાવતુ નોઈદ્રિય ઈહા. એમ અવાયના છ ભેદ. શ્રોતેંદ્રિય અવાય, યાવત્ નોઈદ્રિય અવાય. એમ ધારણાના છ ભેદ. શ્રોતેંદ્રિય ધારણા યાવત્ નોઈદ્રિય ધારણા.
તેમનો કાલ કહે છે. અવગ્રહનો કાલ, એક સમય થી અસંખ્યાત સમયના પ્રવેશ્યા પુદ્ગલને છેલ્લા સમયે જાણે, જે મને કોઈક બોલાવે છે.
ઈહાનો કાલ, અંતર્મુહર્ત, તે વિચાર ચાલ્યા કરે, કે જે મને બોલાવે છે તે આ હશે કે એ?