________________
નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનુ વિવેચન
૨૪૭
અવાયનો કાલ, અંતર્મુહુર્ત - નિશ્ચય કરવાનો, જે મને અમુકે જ બોલાવ્યો છે. શબ્દ ઉપર નિશ્ચય કરે,
ધારણાનો કાલ, સંખ્યાતા વર્ષ અથવા અસંખ્યાતા વર્ષ સુધી ધારી રાખે, જે અમુક વેળાએ અમુકનો શબ્દ સાંભળ્યો હતો તે આ પ્રકારે હતો. એ અવગ્રહના દશ ભેદ, ઈષાના છ ભેદ, ખવાયના છ ભેદ, ધારણાના છ ભેદ, સર્વ મળી શ્રુતશ્રિત તિજ્ઞાનના ૨૮ ભેદ.
મતિજ્ઞાન સમુચ્ચય ચાર પ્રકારે : ૧ દ્રવ્યથી. ૨ ક્ષેત્રથી. ૩ કાલથી. ૪ ભાવથી. ૧ દ્રવ્યથી મતિજ્ઞાની સામા યથી ઉપદેશે કરી સર્વ દ્રવ્ય જાણે પણ ન દેખે. ૨ ક્ષેત્રથી મતિજ્ઞાની સામાન્યથી ઉપદેશે કરી સર્વ ક્ષેત્રની વાત જાણે પણ ન દેખે ૩ કાલથી મતિજ્ઞાની સામાન્યથી ઉપદેશે કરી સર્વ કાલની વાત જાણે પણ ન દેખે. ૪ ભાવથી સામાન્યથી ઉપદેશે કરી સર્વ ભાવની વાત જાણે પણ ન દેખે. નહીં દેખવાનું કારણ મતિજ્ઞાનને દર્શન નથી.
ભગવતી સૂત્રમાં (શ.૮ ઉ.૨) પાસઈ પાઠ છે, તે પણ શ્રદ્ધા વિષે છે, પણ જોવું તેમ નથી. (કારણ કે મતિજ્ઞાનતે પરોક્ષ જ્ઞાન છે.) ઇતિ મતિજ્ઞાન સંપૂર્ણ.
સૂત્ર (શ્રુત) જ્ઞાનનું વર્ણન.
શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ ૧ અક્ષર શ્રુત. ૨ અનક્ષર શ્રુત. ૩ સંશી શ્રુત. ૪ અસંશી શ્રુત. ૫ સમ્યક્ શ્રુત. ૬. મિથ્યા શ્રુત. ૭ સાદિક શ્રુત. ૮ અનાદિક શ્રુત. ૯ સપર્યવસિત શ્રુત. ૧૦ અપર્યવસિત શ્રુત. ૧૧ ગમિક શ્રુત. ૧૨ અગમિક શ્રુત. ૧૩ અંગપ્રવિષ્ટ શ્રુત. ૧૪ અનંગપ્રવિષ્ટ શ્રુત (અંગબાહિર)
૧ અક્ષર શ્રુત તેના ત્રણ ભેદ. ૧ સંજ્ઞા અક્ષર, ૨ વ્યંજન અક્ષર. ૩ લબ્ધિ અક્ષર.