________________
૨૪૫
નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનું વિવેચન પ્રવેશ્યા શબ્દ પુગલને ગ્રહ્યા?
ગુરૂ કહે છે - એક સમયના નહિ. બે-ત્રણ-ચાર યાવતુ. સંખ્યાત સમયના નહિ, પણ અસંખ્યાત સમયના પ્રવેશ્યા શબ્દ પુદ્ગલને ગ્રહ્યા.
એમ ગુરૂના કહેવાથી પણ શિષ્યને સમજણ પડી નહિ ત્યારે બીજું મલ્લક (સરાવલા)નું દષ્ટાંત કહે છે :
જેમ, કુંભારના નીંભાડામાંથી તુરતનું લાવેલું કોરું સરાવલું હોય ને તેમાં એક જળબિંદુ મૂકે, પણ તે જળબિંદુ જણાય નહિ, એમ બે, ત્રણ, ચાર, ઘણાં બહુ ભારે પણ તે સરાવલ બાબર ભીંજાય નહિ, પણ ઘણાં જળબિંદુથી ભીંજાય પછી બલિંદ એક કરે ને એમ કરતાં વધતાં વધતાં પા સરાવલું થાય, પછી અર્ધ ને ઘણી વખતે પૂર્ણ ભરાય, પછી તે સચવલું ઉભરાય, તેમ કાનમાં એક સમયના પ્રવેશ્યા (પઠા) પુદ્ગલને ગ્રહી શકે નહિ. જેમ એક જળબિંદુ સરાવલામાં જણાય નહિ એમ બે, ત્રણ, ચાર, સંખ્યાત સમયના પણ પુદ્ગલને ગ્રહી શકે નહિ. અર્થને પકડી શકે, સમજી શકે તેમાં અસંખ્યાત સમય જોઈએ ને તે અસંખ્યાત સમયના પ્રવેશ્યા પુદ્ગલ જ્યારે કાનમાં ભરાય અને ઉભરાઈજાય ત્યારે હું એમ કહી શકે પણ સમજે નહિ જે એ કોનો શબ્દ, એ વ્યંજનાવગ્રહ. કા.
અર્થાવગ્રહના છ ભેદ. ૧ શ્રોતેંદ્રિય અર્થાવગ્રહ, ૨ ચક્ષુદ્રિય અર્થાવગ્રહ, ૩ પ્રાતિય અર્થાવગ્રહ, ૪ રસેંદ્રિય અર્થાવગ્રહ, ૫ સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, ક. નોઈદ્રિય (મન) અર્થાવગ્રહ.
એ અવગ્રહનાં નામ માત્ર છે તેના અર્થ સમજાવે છે. શ્રોતેંદ્રિય અર્થાવગ્રહ - તે કોણે કરી શબ્દના અર્થન