________________
૨૪૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ વ્યંજનાગ્રહના ચાર ભેદ. ૧ શ્રોતેંદ્રિય વ્યંજનાવગ્રહ, ૨ ઘાનેંદ્રિય વ્યંજનાવગ્રહ, ૩રસેંદ્રિય વ્યંજનાવગ્રહ, ૪ સ્પર્શેદ્રિય વ્યંજનાવગ્રહ.
વ્યંજનાવગ્રહ - તે જે પુદ્ગલો ઈદ્રિયોને વિષે સામા આવી પડે, ને ઈદ્રિયો તે પુદ્ગલોને ગ્રહે, સરાવલાને દષ્ટાંતે, તેને વ્યંજનાવગ્રહ કહિયે.
ચક્ષુઈદ્રિય ને મન તે રૂપાદિ પુદ્ગલની સામાં જઈને તેમને રહે છે, માટે ચક્ષુઈદ્રિય ને મન એ બેને વ્યંજનાવગ્રહ નથી ને શેષ ચાર ઈદ્રિયોને વ્યંજનાવગ્રહ છે.
શ્રોતેંદ્રિય વ્યંજનાવગ્રહ તે - કાને કરી શબ્દના પુદ્ગલને
રહે.
ધ્રાણેદ્રિય વ્યંજનાવગ્રહ તે - નાસિકાથી ગંધના પુગલને ગ્રહે.
રસેંદ્રિય વ્યંજનાવગ્રહ તે - જીદ્વાએ કરી રસના પુદ્ગલને રહે.
સ્પર્શત્રિય વ્યંજનાવગ્રહ તે - શરીરે કરી સ્પર્શના પુદ્ગલને
રહે.
વ્યંજનાવગ્રહને સમજવાને
૧ પડિબોહગદિઠણ, ૨ મલ્લગદિઠતેણં, આ બે દષ્ટાંત આપે છે.
પડિબોહગદિઠતેણ - પ્રતિબોધક (જગાડવાનું) દષ્ટાંત, જેમ કોઈ પુરુષ સુતો છે, તેને બીજો કોઈ પુરૂષે બોલાવ્યો “હે દેવદત્ત' ત્યારે તેણે સાંભળીને જાગીને “હું ઉત્તર આપ્યો. ત્યારે શિષ્ય સમજવાને શંકાથી પૂછે છે; હે સ્વામિનું ! તે પુરૂષે હુંકારો આપ્યો તે શું તેણે એક સમયના, કે બે સમયના, કે ત્રણ સમયના, કે ચાર સમયના, કે યાવતુ સંખ્યાત સમયના, કે અસંખ્યાત સમયના