________________
નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનું વિવેચન
૨૪૩ ૨. અશ્રુત નિશ્રિત – તે નહિ સાંભળ્યું; નહિ જોયું તો પણ તેમાં મતિ વિસ્તરે.
અશ્રુત નિશ્રિતના ચાર ભેદ. ૧. ઔત્પાતિકા. ૨. વૈનયિકા, ૩. કાર્મિકા, ૪. પારિણામિકા.
૧. ઔત્પાતિકા બુદ્ધિ - તે પૂર્વે નહિ જોયું, નહિ સાંભળ્યું તેમાં એકદમ વિશુદ્ધ અર્થગ્રાહી બુદ્ધિ ઉપજે, ને તે બુદ્ધિ ફળને ઉત્પન્ન કરે તેને ઔત્પાતિકા બુદ્ધિ કહીએ,
૨. વૈયિકા બુદ્ધિ - તે ગુરૂ - વડાનો વિનય ભક્તિ કરવાથી બુદ્ધિની ઉત્પત્તિ થાય, શાસ્ત્રના અર્થ - રહસ્ય સમજે તેને વૈનાયિકા બુદ્ધિ કહીએ.
૩. કાર્મિકા (કામીયા) બુદ્ધિ - તે જોતાં, લખતાં, ચિતરતાં, ભણતાં, સાંભળતાં, દેખતાં, વણતાં, વાવતાં, શીવતાં એ આદિ અનેક શિલ્પકળા વિગેરેનો અભ્યાસ કરતાં તેમાં કુશળ થાય તે કાર્મિકા (કામીયા) બુદ્ધિ કહીએ.
૪. પારિણામિકા બુદ્ધિ - તે જેમ જેમ વય પરિણમે તેમ તેમ બુદ્ધિ પરિણમે તથા બહુસૂત્રી, સ્થવિર, પ્રત્યેક બુદ્ધાદિ પ્રમુખને આલોચન કરતાં બુદ્ધિમાં વૃદ્ધિ થઈ, જાતિસ્મરણાદિ જ્ઞાન થાય તેને પરિણામિકા બુદ્ધિ કહીએ.
શ્રત નિશ્ચિત મતિ જ્ઞાનના ચાર ભેદ. ૧ અવગ્રહ, (ગ્રહણ કરવું) ૨ ઈહા, (વિચારવું) ૩ અવાય, (નિર્ણય કરવો) ૪ ધારણા. (જ્ઞાનને ઘારણ કરવું)
અવગ્રહના બે ભેદ... - ૧ વ્યંજનાવગ્રહ ૨ અર્થાવગ્રહ.