________________
૨૪૨
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ મતિ જ્ઞાનના બે ભેદ. ૧ સામાન્ય, ૨ વિશેષ. ૧ સામાન્ય પ્રકારે તે મતિ કહીએ. ર વિશેષ પ્રકારે તે મતિ જ્ઞાન તથા મતિ અજ્ઞાન કહીએ.
સમ્યફદ્રષ્ટિની મતિ, તે મતિજ્ઞાન. મિથ્યાષ્ટિની મતિ, તે મતિઅજ્ઞાન.
શુતજ્ઞાનના બે ભેદ. ૧ સામાન્ય, ૨ વિશેષ, ૧. સામાન્ય પ્રકારે તે શ્રુત કહીએ. ૨. વિશેષ પ્રકારે તે શ્રુતજ્ઞાન તથા શ્રુતઅજ્ઞાન કહીએ. સમ્યદૃષ્ટિનું શ્રુત તે શ્રુત જ્ઞાન. 'મિથ્યાદષ્ટિનું શ્રુત તે શ્રુત અજ્ઞાન.
૧ મતિ જ્ઞાન, ૨ શ્રુત જ્ઞાન, એ બે જ્ઞાન અન્યોઅન્ય પરસ્પર માંહોમાંહે ક્ષીરનીરની પેરે મળી રહે છે, જીવ અને અત્યંતર શરીરની પ્રેરે છે. જ્યારે બે જ્ઞાન સાથે હોય ત્યારે પણ પહેલાં મતિ પછી શ્રત હોય છે. અહીં બે જ્ઞાનને વિષે આચાર્ય વિશષ કરી સમજાવે છે.
જીવ મતિએ કરી જાણે તે મતિ જ્ઞાન, શ્રુતે કરી જાણે તે શ્રુત જ્ઞાન.
મતિ જ્ઞાનનું વર્ણન.
મતિ જ્ઞાનના બે ભેદ. ૧. શ્રુત નિશ્રિત - તે સાંભળ્યા વચનને અનુસાર મતિ વિસ્તરે.