________________
નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનું વિવેચન
૨૪૧ આપતાં શિષ્ય પોતે સારું ન જાણી ખુશી ન રહે તે. (૨૮) વડા ધર્મ વ્યાખ્યાન આપતાં સભામાં ભેદ થાય તેમ અવાજ કરી બોલી ઉઠે કે વખત થઈ ગયો છે, આહારાદિ લેવા જવાનું છે વિગેરે, કહી ભંગ કરે તે (૨૯) વડા ધર્મ વ્યાખ્યાન આપતાં શ્રોતાઓનાં મનને નાખુશી ઉત્પન્ન કરે તે (૩૦) વડાનું ધર્મ વ્યાખ્યાન બંધ થયું ન હોય તેટલામાં શિષ્ય પોતે વ્યાખ્યાન શરૂ કરે તે. (૩૧) વડાની શય્યા - પથારીને પગે કરી ઘસે, હાથે કરી આસ્ફાલન કરે તે. (૩૨) વડાની શયા, પથારી ઉપર ઊભો રહે. બેસે, સૂવે, તે. (૩૩) વડાથી ઉચ્ચ આસને કે બરાબર આસને બેસવું, ઊભા રહેવું, સૂવું વગેરે કરે તે.
ઇતિ તેત્રિશ બોલ સંપૂર્ણ (૧ ૨) નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનું વિવેચન ૧ શેય, ૨ શાન, ૩ શાની, તેના અર્થ.
૧ શેય જાણવા યોગ્ય તે સામો પદાર્થ. ૨. જ્ઞાન તે જીવનો ઉપયોગ, જીવનું લક્ષણ, જીવના ગુણનું જાણપણું તે. ૩. જ્ઞાની તે જાણે તે - જાણવાવાળો જીવ - અસંખ્યાત પ્રદેશી આત્મા.
જ્ઞાન શબ્દનો વિશેષ અર્થ ૧. એરો કરી વસ્તુને જાણીએ તે જ્ઞાન. ૨. જે થકી વસ્તુને જાણીએ તે જ્ઞાન. ૩. જેને વિષે વસ્તુને જાણીએ તે જ્ઞાન. ૪. જાણવું તે જ્ઞાન. એ ચાર અર્થ કહ્યા.
જ્ઞાનના ભેદ. જ્ઞાનના પાંચ ભેદ છે. ૧ મતિ જ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિ જ્ઞાન, ૪ મન:પર્યવ જ્ઞાન, ૫ કેવળ જ્ઞાન. છુ-૧૬ .