SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નવ તત્ત્વ દશ ભેદે જીવ ૧ એકેન્દ્રિય, ૨ બેઈદ્રિય, ૩ તેઈઢિયે ૪ ચૌરેંદ્રિય, ૫ પંચેંદ્રિય, એ પાંચનાં અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી દશ થાય. અગ્યાર ભેદે જીવ ૧ એકેંદ્રિય ૨ બેઈન્દ્રિય ૩ તેઈન્દ્રિય ૪ ચૌરેંદ્રિય, પ નારકી, ૬ તિર્યંચ, ૭ મનુષ્ય, ૮ ભવન પતિ, ૯ વાણવ્યંતર, ૧૦ જ્યોતિષી, ૧૧ વૈમાનિક. બાર ભેદ જીવ ૧ પૃથ્વી ૨ અપ, ૩ તેલ, ૪ વાઉં, ૫ વનસ્પતિ, ૬ ત્રસકાય, એ છના અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી બાર થયા. તેર ભેદ જીવ ૧ કૃષ્ણલેશી, ૨ નીલલેશી ૩ કાપોતલેશી, ૪ તેજુ લેશી, ૫ પાલેશી, ૬ શુકલલેશી, એ છના અપર્યાપ્ત ને પર્યાપ્તા મળી બાર ને એક અલેશી મળી કુલ તેર થયા. જીવના ચૌદ ભેદ કહે છે-૧ સૂક્ષ્મ એકેન્દ્રિયનો અપર્યાપો, ૨ સૂક્ષ્મ એકેન્દ્રિયનો પર્યાયો, ૩ બાદર એકેન્દ્રિયનો અપર્યાપ્તો, ૪ બાદર એકેન્દ્રિયનો પર્યાયો, ૫ બેઈદ્રિયનો અપર્યાપ્તો, ૬ બે ઈન્દ્રિયનો પર્યાયો, ૭ તેઈદ્રિયનો અપર્યાપ્તો, ૮ તેઈદ્રિયનો પર્યાપ્તો, ૯ ચૌરેંદ્રિયનો અપર્યાપ્તો, ૧૦ ચૌરેંદ્રિયનો પર્યાયો, ૧૧ અસંજ્ઞી પંચેંદ્રિયનો અપર્યાપ્તો, ૧૨ અસંજ્ઞી પંચેંદ્રિયનો પર્યાયો, ૧૩ સંજ્ઞી પંચેંદ્રિયનો અપર્યાપ્તો, ૧૪ સંજ્ઞી પંચેંદ્રિયનો પર્યાપ્તો એ ચૌદ ભેદ જીવના કહ્યા. વ્યવહાર વિસ્તારનયે કરીને પાંચસે ત્રેસઠ ભેદ જીવના કહે છે-તેમાં ત્રણસેં ને ત્રણ ભેદ મનુષ્યના, એકસો અઠાણું ભેદ દેવતાના, અડતાલીશ ભેદ તિર્યંચના, ચૌદ ભેદ નારકીનાં એમ ૫૬૩ ભેદ થયા. મનુષ્યના ૩૦૩ ભેદ કહે છે- ૧૫ કર્મભૂમિના મનુષ્ય, ૩૦ અકર્મભૂમિનાં મનુષ્ય, પ૬ અંતરદ્વીપનાં મનુષ્ય એમ ૧૦૧ થયા,
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy