________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ તે ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના અપર્યાપ્તા તથા પર્યાપ્તા એમ ૨૦૨ અને ૧૦૧ ક્ષેત્રના સંમૂર્છાિમ મનુષ્યના અપર્યાપ્તા એ સર્વ મળી કુલ ૩૦૩ ભેદ મનુષ્યના થયા.
કર્મભૂમિ તે કોને કહીએ ? –૧ અસિ, ૨ મસી, ૩ કૃષિ, એ ત્રણ પ્રકારના વેપાર કરી જીવે છે. તે કર્મભૂમિના ક્ષેત્ર કેટલા અને કયાં છે તે કહે છે-૫ ભરત, ૫ ધરવત અને ૫ મહાવિદેહ એ ૧૫. તે એક લાખ જોજનનો જંબુદ્વીપ છે (તે થાળીને આકારે છે, તથા બાકીના દ્વીપ સમુદ્ર ચૂડીને આકારે છે, તેમાં ૧ ભરત, ૧ ઈરવત, ૧ મહાવિદેહ એ ત્રણ ક્ષેત્ર કર્મ ભૂમિનાં જંબુદ્વીપમાં છે. તેને ફરતો બે લાખ જોજનનો લવણ સમુદ્ર છે, તેને ફરતો ચાર લાખ જેજનનો ઘાતકીખંડ દ્વિીપ છે, તેમાં ૨ ભરત, ૨ ઇરવત, ૨ મહાવિદેહ છે તેને ફરતો આઠ લાખ જોજનનો કાળોદધિ સમુદ્ર છે, તેને ફરતો આઠ લાખ ોજનનો અર્ધ પુષ્કર દ્વીપ છે, તેમાં ૨ ભરત, ૨ ધરવત, ૨ મહાવિદેહ છે. એમ સઘળાં મળીને પંદર કર્મભૂમિના મનુષ્ય કહ્યાં.
હવે અકર્મભૂમિ તે કોને કહીએ? ત્રણ કર્મ-વ્યાપારરહિત, દશ પ્રકારનાં કલ્પવૃક્ષ કરી જીવે તે કેટલાં અને કયાં છે, તે કહે છે, ૫ હેમવય, ૫ હિરણવય, ૫ હરિવાસ, પ રમ્યáાસ, ૫ દેવકુરૂ, ૫ ઉત્તરકુરુ એ ત્રીશ અકર્મભૂમિનાં નામ કહ્યા. ૧ હેમવય, ૧ હિરણવય, ૧ હરિવાસ, ૧ રમ્યજ્વાસ, ૧ દેવકુરૂ, ૧ ઉત્તરકુરૂ એ છ ક્ષેત્ર બુદ્વીપમાં છે. ૨ હેમવય, ૨ હીરણવય, ૨ હરિવાર, ૨ રમ્યજ્વાસ, ૨ દેવકુ, ૨ ઉત્તરકુર, એ બાર ક્ષેત્ર ધાતકી ખંડમાં છે. ૨ હેમવય, ૨ હિરણવય, ૨ હરિવાસ, ૨ ર ક્વાસ, ૨ દેવકુ, ૨ ઉત્તરકુર, એ બાર અર્ધપુષ્કર દ્વીપમાં છે. એ સઘળાં મળી કુલ ૩૦ અકર્મભૂમિનાં મનુષ્ય કહ્યાં. અસિ=શસ્ત્ર ચલાવવા, મસિ = કલમ ચલાવવી, વ્યાપાર કરવો, કૃષિ = ખેતી કરવી