________________
૨૩૭
તેત્રિશ બોલ
૨૩. અબહુઋતુ (અલ્પસૂત્રી) થકો શાસ્ત્ર કરી પોતાની લાઘા કરે તથા સ્વાધ્યાયનો વાદ કરે તો મહામોહનીય.
૨૪. અતપસ્વી થકો તપસ્વીનું બિરૂદ ધરાવે તો લોકોને છેતરવા માટે) મહામોહનીય.
૨૫. ઉપકારને અર્થે ગુર્નાદિનો તથા સ્થવિર ગ્લાન પ્રમુખનો છતી શક્તિએ વિનય વૈયાવચ્ચ ન કરે (કહે જે મારી સેવા એણે પૂર્વે કરી નહોતી એમ તે ધૂર્ત માયાવી મલિન ચિત્તનો ધણી પોતાની બોધ બીજનો નાશ કરનાર અનુકંપારહિત હોય). તો મહામોહનીય.
૨૬. ચાર તીર્થનો ભેદ કરે એવી કથા વાર્તા પ્રમુખ (કલેશરૂપ શસ્ત્રાદિકનો પ્રયોગ કરે તો મહામોહનીય.
૨૭. પોતાની લાઘા વધારવા તથા બીજા સાથે મિત્રતા કરવા અધર્મયોગ એવા વશીકરણ નિમિત્ત મંત્ર પ્રમુખ પ્રયોજે, તો મહામોહનીય.
૨૮. જે કોઈ મનુષ્ય સંબંધી ભોગ તથા દેવ સંબંધી ભોગને અતૃપ્તપણે ગાઢ પરિણામથી આસકત થઈ આસ્વાદન કરે તો મહામોહનીય.
૨૯. મહર્તિક, મહાજ્યોતિવાનું, મહાયશસ્વી દેવોના બળ વિર્ય પ્રમુખનો અવર્ણવાદ બોલે તો મહામોહનીય.
૩૦. અજ્ઞાની થકો લોકમાં પૂજા (શ્લાઘા)નો અર્થ વૈમાનિક વ્યંતર પ્રમુખ દેવને નહિ દેખતો થકો કહે છે હું દેખું છું, તેવું કહે તો મહામોહનીય.
એકત્રિશ પ્રકારે સિદ્ધના આદિગુણ - આઠ કર્મની એકત્રિશ કતિનો વિજય તે એકત્રિશ ગુણ. તે એકત્રિશ પ્રકૃતિ નીચે મુજબ