________________
૨૩૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
લુબ્ધ થઈ તેનો લક્ષ્મી લૂંટે તથા પર પાસે લૂંટાવે તો મહામોહનીય; ચિલાતી ચોરવત્.
૧૪. જેણે દરિદ્રપણું (નિર્ધનપણું) મટાડી, માપદાર (હોદ્દાદાર) કર્યો, તે મહર્હિપણું પામ્યા પછી, ઇર્ષા દોષે કરી, કલુષિત ચિત્ત કરી, તે ઉપકારી પુરૂષને વિપત્તિ આપે તથા ધન પ્રમુખ આપવાની અંતરાય પાડે તો મહામોહનીય,
૧૫. પોતાનું ભરણપોષણ કરનાર, રાજા, પ્રધાન પ્રમુખ તથા જ્ઞાન પ્રમુખના અભ્યાસ કરાવનાર ગુર્વાદિકને હણે તો મહામોહનીય; સર્પણી જેમ ઇંડાને હણે તેમ.
૧૬. દેશનો રાજા તથા વાણીયાના વૃંદનો પ્રવર્તાવક (વ્યવહારીઓ) તથા નગરશેઠ એ ત્રણ ઘણા યશના ધણી છે, તેને હણે તો મહામોહનીય.
૧૭. જે ઘણા જનને આધારભૂત (સમુદ્રમાં દ્વીપ સમાન) છે તેમને હણે તો મહામોહનીય.
૧૮. સંયમ લેવા સાવધાન થયો છે તેને, તથા સંયમ લીધેલો છે તેને, ધર્મથી ભ્રષ્ટ કરે તો મહામોહનીય.
૧૯. અનંતજ્ઞાની તથા અનંતદર્શી એવા તીર્થંકર દેવના અવર્ણવાદ બોલે તો મહામોહનીય.
૨૦. તીર્થંકર દેવના પ્રરૂપિત ન્યાય માર્ગનો દ્વેષી થઈ અવર્ણવાદ બોલે, નિંદા કરે ને શુદ્ધ માર્ગથી લોકોના મન ફેરવે તો મહામોહનીય.
૨૧. આચાર્ય ઉપાધ્યાય જે સૂત્ર પ્રમુખ વિનયને શિખવે છે-ભણાવે છે તેવા પુરૂષને હીલે, નિંદે, ખીંસે તો મહામોહનીય.
૨૨. આચાર્ય ઉપાધ્યાયને સાચે મને આરાધે નહિ, તથા અહંકારી કો ભક્તિ ન કરે તો મહામોહનીય.