________________
તેત્રિશ બોલ
૨૩૫ ૬. વિશ્વાસકારી વેષે કરી-માર્ગ પ્રમુખને વિષે જીવને હણે-તે લોકમાં ઉપહાસ્ય થાય તેવી રીતે તથા પોતે કર્તવ્ય કરી આનંદ માને તે મહામોહનીય.
૭. કપટ કરી પોતાનો દુષ્ટ આચાર ગોપવે તથા પોતાની માયાએ કરી અન્યને પણ પાશમાં નાંખે, તથા શુદ્ધ સૂત્રાર્થ ગોપવે તો મહામોહનીય.
૮. પોતે અનેક ચોરી બાળઘાત (અન્યાય) પ્રમુખ કર્મ કીધાં હોય, તે દોષ નિર્દોષી પુરૂષ ઉપર નાંખે, તથા યશસ્વીનો યશ ઘટાડવા માટે અછત આળ આપે તો મહામોહનીય.
૯. પરને રૂડું મનાવવા માટે દ્રવ્ય ભાવથી ઝગડા (કલેશ) વધારવા માટે, જાણતો થકો સભા મધ્યે સત્ય પૃષા (મીશ્ર) ભાષા બોલે તો મહામોહનીય.
૧૦. રાજાનો ભંડારી પ્રમુખ તે, રાજા, પ્રધાન તથા સમર્થ કોઈ પુરૂષની લક્ષ્મી પ્રમુખ લેવા ચાહે, તથા તેની સ્ત્રી વિણસાડે, તથા તેના રાગી પુરૂષોનાં મન ફેરવે, તથા રાજાને રાજ્ય કર્તવ્યથી બહાર કરે તો મહામોહનીય.
૧૧. સ્ત્રીઓને વિષે વૃદ્ધ થઈ પરણ્યા છતાં કુમારપણાનું (હું કુંવારો છું) બિરૂદ ધરાવે તો મહામોહનીય.
૧૨. ગાયોની મધ્યે ગર્દભ માફક સ્ત્રીના વિષય વિષે ગૃદ્ધથકો આત્માનું અહિત કરનાર માયામૃષા બોલે. અબ્રહ્મચારી છતાં બ્રહ્મચારીનું બિરૂદ ધરાવે તો મહામોહનીય. (લોકમાં ધર્મનો અવિશ્વાસ થાય, ધર્મી ઉપર પ્રતીતિ ન રહે, તે માટે.).
૧૩. જેની નિશ્રાએ આજીવિકા કરે છે તેની લક્ષ્મીને વિષે