________________
૨૩૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
માસ ને દશ દિવસ. (૨૨) ચાર માસ ને પંદર દિવસ. (૨૩) ચાર માસ ને વીશ દિવસ. (૨૪) ચાર માસ ને પચ્ચીસ દિવસ. (૨૫) પાંચ માસ. એ પચ્ચીસ ઉપઘાતિક* છે. (૨૬) અનુઘાતિકારોપણ.+ (૨૭) કૃત્સ્ન (સંપૂર્ણ) (૨૮) અકૃત્સ્ન
(અસંપૂર્ણ).
૨
ઓગણત્રીશ પ્રકારે પાપ સૂત્ર - ૧. ભૂમિકંપ શાસ્ત્ર, ૨. ઉત્પાત શાસ્ત્ર, ૩. સ્વપ્ર શાસ્ત્ર. ૪. અંતરીક્ષ શાસ્ત્ર. (જેમાં આકાશનાં ચિન્હો સમાય છે). ૫. અંગ ફરકવાનાં શાસ્ત્ર ૬. સ્વર શાસ્ત્ર ૭. વ્યંજન શાસ્ત્ર (મસા, તલ વગેરે સમાય છે.) ૮. લક્ષણ શાસ્ત્ર. એ આઠ સૂત્રથી (મુળ પાઠ) આઠ વૃત્તિથી (ટીકાથી)ને આઠ વાર્તિકથી (વિસ્તાર) કુલ ચોવિશ. ૨૫. વિકથા અનુયોગ. ૨૬. વિઘા અનુયોગ. ૨૭. મંત્ર અનુયોગ. ૨૮. યોગ અનુયોગ. ૨૯. અન્ય તીર્થિક પ્રવૃત્ત અનુયોગ.
ત્રીશ પ્રકારે મહા મોહનીયનાં સ્થાનક - (૧) સ્ત્રી, પુરૂષ, નપુંસકને અથવા કોઈ ત્રસ પ્રાણીને જળમાં પેસારીને જળરૂપ શસ્ત્ર કરીને મારે તે મહામોહનીય કર્મ બાંધે.
૨. હાથે કરી પ્રાણીના મુખ પ્રમુખ બાંધી, શ્વાસ રૂંધી જીવને મારે તો મહામોહનીય.
૩. અગ્નિ પ્રજાળી, વાડાદિકમાં પ્રાણી રોકી, ધૂમાડે કરી, આકુળવ્યાકુળ કરી મારે તો મહામોહનીય.
૪. ઉત્તમાંગ જે મસ્તક તેને ખગાદિકે કરી ભેઢે-છેદે-ફાડે તો મહામોહનીય.
૫. ચામડા પ્રમુખની વાઘરીએ કરી મસ્તકાદિ શરીરને તાણી બાંધી વારંવાર અશુભ પરિણામે કરી કદર્થના કરે તો મહા-મોહનીય.
* લઘુ પ્રાયશ્ચિત + ગુરૂ પ્રાયશ્ચિતનું આરોપણ કરવું. ૦ ધરતીકંપ આદિનાં જ્ઞાનના શાસ્ત્ર.