________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૧) પુંડરીક કમળ. (૨) ક્રિયાસ્થાનક. (૩) આહારપ્રતિજ્ઞા. (૪) પ્રત્યાખ્યાન ક્રિયા. (૫) અણગાર સુત. (૬) આર્દ્રકુમાર. (૭) ઉદક (પેઢાલ પુત્ર).
૨૩૨
ચોવીશ પ્રકારના દેવ - (૧) દશ ભવનપતિ. (૨) આઠ વાણવ્યંતર. (૩) પાંચ જ્યોતિષી. (૪) એક વૈમાનિક.
પચીશ પ્રકારે પાંચ મહા વ્રતની ભાવના
૧ લા મહાવ્રતની પાંચ ભાવના (૧) ઇર્યાસમિતિ ભાવના. (૨) મનસમિતિ ભાવના. (૩) વચનસમિતિ ભાવના (૪) એષણાસમિતિ ભાવના. (૫) આદાન-ભંડ-મત નિક્ષેપના સમિતિ ભાવના.
૨ જા મહાવ્રતની પાંચ ભાવના (૧) વિચાર્યા વિના બોલવું નહિ. (૨) ક્રોધથી બોલવું નહિ. (૩) લોભથી બોલવું નહિ. (૪) ભયથી બોલવું નહિ. (૫) હાસ્યથી બોલવું નહિ.
-
૩ જા મહાવ્રતની પાંચ ભાવના (૧) નિર્દોષ સ્થાનક યાચી લેવું. (૨) તૃણ પ્રમુખ યાચી લેવું. (૩) સ્થાનકાદિ સુધારવું નહિ. (૪) સ્વધર્મીનું અદત્ત લેવું નહિ. (૫) સ્વધર્મીની વૈયાવચ્ચ
કરવી.
–
૪ થા મહાવ્રતની પાંચ ભાવના (૧) સ્ત્રી, પશુ, પંડકવાળા સ્થાનકને સેવવું નહિ. (૨) સ્ત્રી સાથે વિષય સંબંધી કથા વાર્તા કરવી નહિ. (૩) વિષય કે રાગટ્ઠષ્ટિથી સ્ત્રીનાં અંગ, અવયવ નીરખવાં નહિ. (૪) પૂર્વગત સુખ ક્રીડા સંભારવાં નહિ. (પ) સ્વાદિષ્ટ, મજબુત આહાર જમવો નહિ.
-
૫ મા મહાવ્રતની પાંચ ભાવના (૧) સારા શબ્દ ઉપર રાગ ને માઠા શબ્દો ઉપર દ્વેષ કરવો નહિ. (૨) સારા રૂપ ઉપર રાગ ને માઠા રૂપ ઉપર દ્વેષ કરવો નહિ. (૩) સારી ગંધ ઉપર