________________
૨૩૧
તેત્રિશ બોલ વારંવાર પ્રત્યાખ્યાન કરીને ભાંગે તે. (૮) મહીનાની અંદર ત્રણ ઉદક લેપ કરે તે. (૯) છ માસમાં એક ગણથી બીજા ગણમાં જાય તે. (૧૦) એક માસની અંદર ત્રણ માયાનાં સ્થાન ભોગવે તે, (૧૧) શધ્યાંતરનો આહાર જમે તે. (૧૨) ઈરાદાપૂર્વક હિંસા કરે તે. (૧૩) ઇરાપૂર્વક અસત્ય બોલે તે. (૧૪) ઇરાદાપૂર્વક ચોરી કરે તે. (૧૫) ઇરાદાપૂર્વક સચિત્ત પૃથ્વી ઉપર સ્થાનક, શયા, ને બેઠક કરે તે. (૧) ઇરાદાપૂર્વક સચિત મિશ્ર પૃથ્વી ઉપર શપ્યાદિક કરે તે. (૧૭) સચિત્ત શિલા, પથ્થર, ઝીણા જીવો રહે તેવાં કાષ્ટ તથા જીવસહિત અંડ, પ્રાણી, બીજ, હરિત વિગેરે જીવવાળા સ્થાનક ઉપર, આશ્રય, બેઠક, પથારી કરે છે. (૧૮) ઇરાદાપૂર્વક (૧) મૂળ, (૨) કંદ, (૩) સ્કંધ, (૪) ત્વચા, (પ) શાખા, (૬) પ્રશાખા, (૭) પત્ર, (2) પુષ્પ, (૯) ફળ, (૧૦) બીજ, એ દશ સચિત્તનો આહાર જમે તે. (૧૯) એક વર્ષની અંદર દશ ઉદક લેપ કરે તે. (૨) એક વર્ષની અંદર દશ માયાનાં સ્થાનક સેવે તે. (૨૧) જળથી ભીના હસ્ત, પાત્ર, ભાજન વગેરે કરીને અશનાદિ આપે તે લઈને ઇરાદાપૂર્વક ભોગવે તે.
બાવીશ પ્રકાર પરિષહ – (૧) સુધા. (૨) તૃષા. (૩) શીત. (૪) તાપ. (૫) ડાંસ-મચ્છર (૬) અચલ (નહિ વસ્ત્ર.) (૭) અરતિ. (૮) સ્ત્રી. (૯) ચાલવું તે. (૧૦) એક આસને સ્થિર રહેવું તે. (૧૧) સ્થાનનો. (૧૨) આક્રોશ (૧૩) વધ. (૧૪) યાચના. (૧૫) અલાભ. (૧૬) રોગ. (૧૭) તૃણસ્પર્શ. (૧૮) જલ (મેલ). (૧૯) સત્કાર. પુરસ્કાર. (૨૦) પ્રજ્ઞા (૨૧) અજ્ઞાન. (૨૨) દર્શન.
ત્રેવીસ પ્રકારે સૂત્રકૃત સૂત્રનાં અધ્યયનં-સોળમાં બોલમાં સોળ અધ્યયન કહ્યાં છે તે, ને સાત નીચે મુજબ.