________________
૨૩૦
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
સાર્થવાહ ને ચાર વહુનું. ૮ મલ્લી ભગવતીનું. ૯ જિનપાલ જિનરક્ષિતનું. ૧૦ ચંદ્રની કલાનું. ૧૧ દાવાનલનું. ૧૨ જિતશત્રુ રાજા ને સુબુદ્ધિ પ્રધાનનું. ૧૩ નંદમણિયારનું. ૧૪ તેતલિ પુત્ર પ્રધાન ને પોટીલા – સોનાર પુત્રીનું. ૧૫ નંદિ ફલનું ૧૬ અમરકંકાનું. ૧૭ સમુદ્ર અશ્વનું. ૧૮ સુસીમા દારિકાનું. ૧૯ પુંડરીક કુંડરીકનું.
વીશ પ્રકારે અસમાધિક સ્થાનક - (૧) ઉતાવળું ઉતાવળું ચાલે તે. (૨) પૂંજ્યા વિના ચાલે તે. (૩) દુષ્ટ રીતે પૂંજે તે. (૪) પાટ, પાટલા, શૈય્યા વગેરે વધારે રાખે તે. (૫) રત્નાધિક (વડા) સામું બોલે તે. (૬) સ્થવિર, વૃદ્ધ ગુરૂ, આચાર્યજીનો ઉપઘાત (નાશ) કરે તે. (૭) એકેન્દ્રિયાદિ જીવને શાતા, રસ, વિભૂષા નિમિત્તે હણે તે. (૮) ક્ષણ ક્ષણ પ્રતિ ક્રોધ કરે તે. (૯) ક્રોધમાં હમેશાં પ્રદીપ્ત રહે તે. (૧૦) પૃષ્ટમાંસ ખાય તે. (અન્યના પાછળથી અવર્ણ નિન્દા બોલે તે.) (૧૧) નિશ્ચયવાળી ભાષા બોલે તે. (૧૨) નવો કલેશ ઉત્પન્ન કરે તે. (૧૩) ઉપશાંત થયેલ ક્લેશ ને ફરીથી જાગૃત કરે તે. (૧૪) અકાળે સ્વાધ્યાય કરે તે. (૧૫) સચિત્ત પૃથ્વીથી હસ્ત પગ ખરડાએલા હોય ને આહારાદિ લેવા જાય તે. (૧૬) શાન્તિ વખતે કે પ્રહર રાત્રિ ગયા પછીથી ગાઢ અવાજ કરે તે. (૧૭) ગચ્છમાં ભેદ ઉત્પન્ન કરે તે. (૧૮) ગચ્છમાં ક્લેશ ઉત્પન્ન કરી માંહોમાંહે દુ:ખ ઉત્પન્ન કરે તે. (૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અશનાદિ ભોજન લીધાં જ કરે તે. (૨૦) અનેષણિક, અપ્રાશુક આહાર લે તે.
એક્વીસ પ્રકારે શબલ કર્મ - (૧) હસ્તકર્મ કરે તે. (૨) મૈથુન સેવે તે. (૩) રાત્રિભોજન જમે તે. (૪) આધાકર્મી ભોગવે તે. (૫) રાજપિંડ જમે તે. (૬) પાંચ બોલ સેવે તે. ૧ વેચાતું લાવીને આપે ને લે તે. ૨ ઉછીનું લાવીને આપે ને લે તે. ૩ બળાત્કારે આપે ને લે તે. ૪ સહીઆરીની આજ્ઞા વિના આપે ને લે તે. ૫ સ્થાનકમાં સામું આણી આપીને લે તે. (૭)