________________
૨૨૮
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ તેર પ્રકારે ક્રિયાસ્થાનક. (૧) અર્થ દંડ - પોતાના માટે હિંસા કરે. (૨) અનર્થ દંડ - પરને માટે હિંસા કરે.
(૩) હિંસા દંડ - તે મને હણે છે, હણ્યો હતો કે હણશે. એમ સંકલ્પીને હણે.
(૪) અકસ્માત દંડ - એકને મારવા જતાં વચમાં બીજાની હિંસા થાય.
(૫) દષ્ટિવિપર્યાસ દંડ - દુશ્મન ધારીને મિત્રને હણે. (૬) મૃષાવાદ દંડ – અસત્ય બોલી દંડાય. (૭) અદત્તાદાન દંડ - ચોરી કરી દંડાય. (૮) અભ્યસ્થ દંડ - મનમાં દુષ્ટ, અનિષ્ટ કલ્પનાઓ કરે. (૯) નામ દંડ - અભિમાન કરે.
(૧૦) મિત્રદોષ દંડ - માતા, પિતા મિત્રવર્ગને નજીવા અપરાધે ભારે દંડ કરે.
(૧૧) માયા દંડ – કપટ કરે. (૧૨) લોભ દંડ - લાલચ તૃષ્ણા કરે, (૧૩) ઈપથિક દંડ - માર્ગમાં ચાલતા હિંસા થાય તે
ચૌદ પ્રકારે જીવ - (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત. (૨) સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત. (૩) બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત (૪) બાદર એકેન્દ્રિય પર્યાપ્ત (૫) બેઈન્દ્રિય અપર્યાપ્ત. (૬) બેઈન્દ્રિય પર્યાપ્ત. (૭) તેઈન્દ્રિય અપર્યાપ્ત. (૮) તેઈન્દ્રિય પર્યાપ્ત. (૯) ચૌરેન્દ્રિય અપર્યાપ્ત. (૧૦) ચૌરેન્દ્રિય પર્યાપ્ત. (૧૧) અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત. (૧૨) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત. (૧૩) સંજ્ઞી